હરભજને પોતાની બાયોપિકમાં રોલ વિશે કર્યો મોટો ખુલાસો

હરભજન
હરભજન

વિકી કૌશલ અથવા રણવીર સિંહ મારી ભૂમિકા ભજવે: હરભજન

Subscribe Saurashtra Kranti here

આઈપીએલની સિઝન ૯ એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આઈપીએલની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિન બોલર હરભજનિંસહે કેટલાક રસિક પ્રશ્ર્નોના જવાબો આપ્યા છે. હરભજનિંસહે ઓનલાઇન સત્ર દરમિયાન ચાહકો દ્વારા પૂછેલા પ્રશ્ર્નોના જવાબ આપ્યા હતા. હરભજન સિંહ હાલમાં ૭ દિવસીય ક્વોરેન્ટાઇનમાં છે, ત્યારબાદ તે તેની આઈપીએલ ટીમ કેકેઆરમાં જોડાશે. હરભજન સિંહ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ગયા હતા. ભજ્જીએ કહૃાું, ક્વોરેન્ટાઇનમાં રહેવું ખૂબ મુશ્કેલ છે કારણ કે તે આખો સમય તેના રૂમમાં રહે છે. ભજ્જીએ કહૃાું, ક્વોરેન્ટાઇન દરમિયાન તે ઓટીટી પ્લેટફોર્મ પર સિરીઝ જોતા સમય વિતાવે છે.

ઇંસ્ટાગ્રામ લાઇવ દરમિયાન, ભજ્જીને એક ચાહક દ્વારા પૂછવામાં આવ્યું હતું, જે તમારી બાયોપિક ફિલ્મમાં તેને તમારું પાત્ર ભજવતા જોવા માંગે છે. તેના જવાબમાં ભજ્જીએ કહૃાું, જો મારી વાર્તા પર કોઈ ફિલ્મ બનાવવામાં આવે તો હું ઇચ્છું છું કે વિકી કૌશલ અથવા રણવીર સિંહ મારી ભૂમિકા ભજવે. આ બંને છોકરાઓ મારા જેવા લાગે છે અને બંનેની ઉંચાઇ અને શરીર પણ સરસ છે. તો આ બંને મારી ભૂમિકા ભજવી શકે છે. ખાસ કરીને કારણ કે વિકી કૌશલ પંજાબી છે, તેથી મને લાગે છે કે તે મારી ભૂમિકા વધુ સારી રીતે નિભાવી શકે છે.

Read About Weather here

ભજ્જીએ કહૃાું, લોકો તેને ક્યારેક પંજાબી રેપર હની સિંગ માને છે. તેમણે કહૃાું, ઘણા લોકોએ મને કહૃાું કે હું હની સિંહ જેવો દેખાઉ છું. સ્ટારબક્સમાં તેમણે મારી કોફી પર હની લખ્યુ હતુ. મેં ટોપી પહેરી હતી, લાંબો કોટ પહેલો હતો, તેથી તેમણે વિચાર્યું કે હું હની સિંહ છું. જ્યારે મેં તેમને પૂછ્યું કે આ કોફી કોની છે, તો તેમણે કહૃાું કે તે તમારી છે, તેથી મેં કહૃાું, હું હરભજન સિંહ છું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here