સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફીના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું

સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફીના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું
સૌરાષ્ટ્ર વિજય હઝારે ટ્રોફીના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું
બીસીસીઆઈ આયોજિત લિસ્ટ ‘એ’ ક્રિકેટ ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. ટૂર્નામેન્ટની લીગ મેચ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડ શરૂ થશે. જો કે લીગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરવાને કારણે ટીમ સૌરાષ્ટ્ર સીધું ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. હવે 28મી નવેમ્બરે નડિયાદમાં તેનો મુકાબલો તમીલનાડુ સામે થશે.

Visit Saurashtra Kranti Homepage here

ક્વાર્ટર ફાઈનલ માટે આસામ, મહારાષ્ટ્ર અને પંજાબની ટીમ પણ ક્વોલિફાય થઈ છે. જ્યારે જમ્મુ-કેરળ, ઉત્તરપ્રદેશ-મુંબઈ અને કર્ણાટક-ઝારખંડ વચ્ચે પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મુકાબલા રમાશે જેમાં જીત મેળવનારી ત્રણ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં આસામ, મહારાષ્ટ્ર અને પંજાબ સામે ટકરાશે. પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડ શનિવારથી અમદાવાદમાં રમાશે.

Read About Weather here

ર્ક્વાટર ફાઈનલ રાઉન્ડ સોમવારથી શરૂ થશે જેના બે મુકાબલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર, એક મુકાબલો અમદાવાદના ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ પર અને સૌરાષ્ટ્ર-તમીલનાડુ વચ્ચેની ટક્કર નડિયાદ ખાતે થશે. પ્રિ-ક્વાર્ટર ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલ મુકાબલા સવારે 9 વાગ્યાથી શરૂ થશે. આવી જ રીતે ટૂર્નામેન્ટના બન્ને સેમિફાઈનલ 30 નવેમ્બરથી શરૂ થશે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ‘એ’ અને ‘બી’ ગ્રાઉન્ડ પર રમાશે અને 2 ડિસેમ્બરને શુક્રવારે ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here