વર્લ્ડકપ-2023મા કોઈ પ્રકારની ઈ-ટિકિટિંગ સુવિધા ઉપલબ્ધ નહી : ફિઝિકલ ટિકિટનું વેચાણ સાતથી આઠ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ

વર્લ્ડકપ-2023મા કોઈ પ્રકારની ઈ-ટિકિટિંગ સુવિધા ઉપલબ્ધ નહી : ફિઝિકલ ટિકિટનું વેચાણ સાતથી આઠ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ
વર્લ્ડકપ-2023મા કોઈ પ્રકારની ઈ-ટિકિટિંગ સુવિધા ઉપલબ્ધ નહી : ફિઝિકલ ટિકિટનું વેચાણ સાતથી આઠ કેન્દ્રો ઉપર ઉપલબ્ધ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે સ્પષ્ટતા કરી છે કે, વન-ડે વર્લ્ડકપ-2023 માટે કોઈ પ્રકારની ઈ-ટિકિટિંગ સુવિધા ઉપલબ્ધ બનાવાશે નહીં જે પાંચ ઑક્ટોબરથી 19 નવેમ્બર સુધી ભારતમાં આયોજિત થશે. દરેક દર્શકોએ ફિઝિકલ ટિકિટ પોતાની પાસે રાખવી પડશે. તેમણે ભારતપૂર્વક કહ્યું કે, ફિઝિકલ ટિકિટનું વેચાણ સાતથી આઠ કેન્દ્રો ઉપર સમયસર ઉપલબ્ધ કરાવી દેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વકપ-2023ના કાર્યક્રમમાં સંભવિત ફેરફારો અન્ય અન્ય મામલો દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક બાદ તેમણે કહ્યું કે, વર્લ્ડકપ માટે કોઈ ઈ-ટિકિટ શા માટે ઉપલબ્ધ નહીં હોય ? તેમણે પત્રકારોને કહ્યું કે, બીસીસીઆઈ પહેલાં દ્વિપક્ષીય મેચોની ઈ-ટિકિટ પ્રસ્તુત કરવા માંગે છે.
જો કે વિશ્વ કપ શરૂ થવામાં હજુ થોડા મહિના બાકી છે પરંતુ ટૂર્નામેન્ટ માટે ટિકિટ બુકિંગ સંબંધની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે આ અંગે તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ બીસીસીઆઈ અને આઈસીસી દ્વારા સંયુક્ત રીતે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવશે.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપનો કાર્યક્રમ પાછલા મહિનાના અંતમાં જાહેર કરવામાં આવ્યો હતો. જોકે હવે તેમાં ફેરફાર થવાની સંભાવના છે કેમ કે તેમાં ભાગ લેનારા અમુક દેશોએ વર્તમાન યાત્રા કાર્યક્રમ ઉપર વાંધો વ્યક્ત કર્યો છે.જય શાહે કહ્યું કે, બીસીસીઆઈ વર્લ્ડકપ દરમિયાન દર્શકોને પીવાનું મફત પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. સ્વચ્છતાના મુદ્દે તેમણે કહ્યું કે, વર્લ્ડકપ મેચોની યજમાની કરનારા સ્ટેડિયમોમાં અપગ્રેડ અભિયાન તેમની પ્રાથમિકતા છે એટલા માટે જ સ્વચ્છતા અને સ્વચ્છ શૌચાલય તેમના એજન્ડામાં ટોચ પર રહેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here