વર્લ્ડકપ પહેલા ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી વિજય

વર્લ્ડકપ પહેલા ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી વિજય
વર્લ્ડકપ પહેલા ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી વિજય
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે સિરીઝની મેચની બીજી વન-ડેમાં ભારતનો 99 રને (ડિએલએસ નિયમ મુજબ) વિજય થયો છે. આ સાથે ભારતે સિરિઝ પણ જીતી લીધી છે. આજની મેચમાં ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 5 વિકેટે 399 રન ફટકારી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે મેચમાં વરસાદ પડવાના કારણે ડીએલએસ પદ્ધતિ મુજબ 17 ઓવરનો કાપ મુકાયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને 33 ઓવરમાં 317 રનના ટાર્ગેટ મળ્યો હતો, જોકે કાંગારુ ટીમ 28.2 ઓવરમાં 217 રને ઓલઆઉટ થઈ જતા ભારતનો 99 રને વિજય થયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની બીજી વન-ડે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી.આજે શુભમન ગીલ, શ્રેયસ ઐય્યર, કે.એલ.રાહુલ અને સૂર્યકુમાર યાદવની ધમાકેદાર બેટીંગના કારણે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર ઉભો કરવામાં સફળ થઈ હતી, ઉપરાંત આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ‘હાઈએસ્ટ સ્કોર’ પણ નોંધાવ્યો હતો. આજે શુભમન ગીલે 97 બોલમાં 4 સિક્સ અને 6 ફોર સાથે 104 રન, શ્રેયસ ઐય્યરે 90 બોલમાં 3 સિક્સ અને 11 ફોર સાથે 105 રન, કે.એલ.રાહુલે 38 બોલમાં 3 ફોર અને 3 સિક્સ સાથે 52 રન તેમજ સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે 72 રન ફટકાર્યા છે. આ ચારેય ધુરંધર બેટ્સમેનોના કારણે ભારત ઓસ્ટ્રેલિયા સામે મોટો સ્કોર બનાવામાં સફળ તો થયું છે, ઉપરાંત ઓસ્ટ્રેલિયાના હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ પણ તોડી દીધો છે. 

Read Saurashtra Kranti E-Paper here

ભારતીય વિકેટ કીપરની વાત કરીએ તો આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ધારદાર બોલીગ સામે ઓસ્ટ્રેલિયા ટકી શક્યું હતું અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ મેળવી હતી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2 અને મોહમદ શામીએ 1 વિકેટ ખેરવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here