ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રીજી વન-ડેમાં 200 રનના મોટા અંતરથી કચડી નાખ્યું

ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રીજી વન-ડેમાં 200 રનના મોટા અંતરથી કચડી નાખ્યું
ભારતે વેસ્ટ ઈન્ડિઝને ત્રીજી વન-ડેમાં 200 રનના મોટા અંતરથી કચડી નાખ્યું
ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે તો વિન્ડિઝ વિરુદ્ધ સળંગ 13મી શ્રેણી ઉપર પણ કબજો જમાવ્યો છે. ભારતે કોઈ એક ટીમ વિરુદ્ધ સળંગ સૌથી વધુ વન-ડે શ્રેણી જીતવાનો પોતાનો જ રેકોર્ડ વધુ શ્રેષ્ઠ બનાવ્યો છે. આ મામલે પાકિસ્તાનની ટીમ બીજા નંબરે છે જેણે ઝીમ્બાબ્વે વિરુદ્ધ સળંગ 11 વન-ડે શ્રેણી જીતી છે.ભારત-વિન્ડિઝ વચ્ચેની મેચમાં પહેલાં બેટિંગ કરતાં ભારતે પાંચ વિકેટે 351 રન બનાવ્યા હતા. ભારત વતી ચાર બેટરોએ ફિફટી બનાવી હતી જેના જવાબમાં વિન્ડિઝ ટીમ 35.3 ઓવરમાં 151 રને જ સંકેલાઈ ગઈ હતી અને 200 રને તેનો કારમો પરાજય થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

વિન્ડિઝ સામે વન-ડેમાં ભારતની આ બીજી મોટી જીત છે. આ પહેલાં 2018માં ભારતે વિન્ડિઝને 224 રને હરાવ્યું હતું.ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા વતી ઓપનિંગ જોડી ઈશાન કિશન-શુભમન ગીલે 143 રન બનાવ્યા હતા. ઈશાન કિશને શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી અને સળંગ ત્રીજી મેચમાં ફિફટી બનાવી હતી. તે 77 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજા નંબરે આવેલો ઋતુરાજ ગાયકવાડ આઠ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા સંજુ સેમસને 41 બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા.શુભમન ગીલ ફિફટી બનાવીને ક્રિઝ પર અડીખમ હતો અને મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ 85 રનના સ્કોરે ગુડાકેશ મોતીના બોલ પર તે આઉટ થઈ ગયો હતો. ગીલના આઉટ થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૂર્યકુમાર સાથે મળીને ભારતની ઈનિંગને આગળ વધારી હતી. સૂર્યાએ છઠ્ઠા નંબરે શ્રેષ્ઠ બેટિંગ કરી 35 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે 65 રનની ભાગીદારી દઈ હતી. સૂર્યકુમારના આઉટ થયા બાદ હાર્દિકે અંતમાં તોફાની બેટિંગ કરીને 52 બોલમાં અણનમ 70 રન બનાવ્યા હતા.વિન્ડિઝના બેટરો ટેસ્ટ શ્રેણીમાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા બાદ વન-ડેમાં પણ ફેઈલ ગયા હતા.

Read About Weather here

પહેલી વન-ડેમાં ટીમ 114 રને સંકેલાઈ ગઈ હતી. આ પછી બીજી વન-ડેમાં શાઈ હોપ અને કેસી કાર્ટીએ ટીમને જીત અપાવી હતી પરંતુ ત્રીજી મેચમાં ફરી તમામે મુંડાવ્યું હતું. 352 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વિન્ડિજે 17 રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણેય વિકેટ મુકેશ કુમારે લીધી હતી.ભારતે વિન્ડિઝ વિરુદ્ધ પાંચ વિકેટે 351 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ ભારતનો વિન્ડિઝમાં વિન્ડિઝ સામે સૌથી મોટો સ્કોર છે. આ પહેલાં ભારતે 2009માં કિંગ્સ્ટનમાં 339 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારત વતી ઈશાન ઉપરાંત શુભમન ગીલ (85 રન)એ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.ભારત વતી મુકેશ કુમારે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરીને ત્રણ વિકેટ મેળવી હતી. આ સાથે જ શાર્દૂલ ઠાકુરે વચ્ચેની ઓવરમાં બે અને અંતમાં બે વિકેટ લઈને વિન્ડિઝની ઈનિંગનો અંત આણ્યો હતો. મુકેશે ત્રણ, શાર્દૂલે ચાર વિકેટ લેવા ઉપરાંત કુલદીપ યાદવે બે અને જયદેવ ઉનડકટે એક વિકેટ મેળવી હતી.
Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here