નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC વન-ડે વર્લ્ડ કપ ફાઈનલ રમાશે…!

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC વન-ડે વર્લ્ડ કપ ફાઈનલ રમાશે...!
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC વન-ડે વર્લ્ડ કપ ફાઈનલ રમાશે...!
ICC વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, 19 નવેમ્બર સુધી ચાલશે. ESPN CRICINFOએ આ અંગે જાણકારી આપી છે. જોકે ICC તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વખતનો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

સ્પોર્ટ્સ વેબસાઇટ ESPN CRICINFO મુજબ 19 નવેમ્બર ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદ ઉપરાંત બેંગ્લોર, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ, ઈન્દોર, રાજકોટ અને મુંબઈમાં આ વન-ડે વર્લ્ડ કપ રમાશે. ટૂર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત 48 મેચ રમાશે.ગયા સપ્તાહમાં દુબઈમાં યોજાયેલી ICCની ત્રિમાસિક બેઠકોમાં, BCCIએ ICCને ખાતરી આપી હોવાનું જાણવા મળે છે કે પાકિસ્તાનની ટીમ માટે વિઝા ભારત સરકાર મંજૂર કરી દેશે.

Read About Weather here

ESPN CRICINFOએ આપેલી રિપોર્ટ મુજબ, વન-ડે વર્લ્ડ કપ માટે જે 12 શહેરો શોર્ટલિસ્ટેડ કરવામાં આવ્યા છે, તેમાંથી બે શહેરો ગુજરાતના છે. જેમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થાય છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની 1,32,000 જેટલી પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે, જ્યારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમની બેઠક ક્ષમતા 28,000ની આસપાસ છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here