દિલ્લી કેપિટલ્સને મોટો ઝટકો, આ સ્ટાર પ્લેયર રહેશે આઈપીએલની આખી સિઝનમાંથી બહાર

દિલ્લી કેપિટલ્સ
દિલ્લી કેપિટલ્સ

શ્રેયસ ઐય્યર ઈજાના કારણે આઈપીએલ(દિલ્લી કેપિટલ્સ)ની આખી સિઝનમાંથી બહાર, મળશે પૂરો પગાર

Subscribe Saurashtra Kranti here

આઈપીએલની ૧૪મી સિઝન ૯ એપ્રિલથી શરૂ થઈ રહી છે. તે પહેલાં દિલ્લી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે ટીમનો સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન શ્રેયસ ઐય્યર ખભાની ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. દિલ્લી કેપિટલ્સના આ ખેલાડીને દરેક સિઝન માટે ૭ કરોડ રૂપિયા મળે છે અને પ્લેયર ઈન્શ્યોરન્સ સ્કીમ અંતર્ગત તેને આ વખતે પણ ૭ કરોડ રૂપિયા એટલે પૂરો પગાર મળશે.

શ્રેયસ ઐય્યરને ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં ફિલ્ડીંગ દરમિયાન ઈજા થઈ હતી. બીસીસીઆઈના જણાવ્યા પ્રમાણે ૮ એપ્રિલે તેની સર્જરી થશે.

તે ખેલાડી જે ટીમ ઈન્ડિયાના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ છે. તેને ઈન્શ્યોરન્સ પોલિસીની સુવિધા મળે છે. તેની શરૂઆત આઇપીએલની ૨૦૧૧ની સિઝનમાં થઈ હતી. આ પોલિસી અંતર્ગત ઈજાના કારણે આઇપીએલ ન રમવા પર ખેલાડીઓને વળતર ચૂકવવામાં આવે છે.

પ્લેયર ઈન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત ઈજાના કારણે કોઈ ભારતીય ખેલાડી જેટલી મેચ રમતો નથી. તેને ટીમની કુલ મેચના આધારે તે મેચના પૂરા પૈસા આપવામાં આવે છે. શ્રેયસ ઐય્યરની વાત કરીએ તો તે આખી સિઝન બહાર છે. એવામાં તેને ઈન્શ્યોરન્સના કારણે સાત કરોડ રૂપિયાની રકમ મળશે.

વળતર રકમ ખેલાડીની કુલ કોન્ટ્રાક્ટ રકમ અને કેટલી મેચમાં તે ભાગ નહીં લે તેના આધારે નક્કી કરવામાં આવે છે. બીસીસીઆઇએ ઉદાહરણ આપતાં જણાવ્યું, જો રોહિત શર્માને ઈજાને જમણા ખભામાં ઈજા પહોંચી છે અને તે રેહેબિલિટેશનમાંથી પસાર થશે. તેની રિકવરી પર એપ્રિલના બીજા અઠવાડિયામાં કહેવામાં આવશે કે આઈપીએલ-૨૦૨૧માં તેની વાપસી ક્યારે થશે. તેનો અર્થ એ કે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ઓછામાં ઓછી ૩ ગ્રૂપ લીગ મેચ નહીં રમે.

Read About Weather here

રોહિત શર્માની આઈપીએલ-૨૦૨૧માં સેલરી ૧૫ કરોડ રૂપિયા છે. તો તેની કુલ સંખ્યાના આધારે તેને વળતર આપવામાં આવશે. આ ખેલાડીના થોડાક સમય દૃૂર રહેવાની સ્થિતિ છે. જોકે એક ખેલાડીના વળતર સંબંધી ફ્રેન્ચાઈઝી દ્વારા સમાન રીતે શેર કરવામાં આવે છે. ઐય્યરના મામલામાં દિલ્લી કેપિટલ્સ અને બીસીસીઆઈ સમાન રીતે શેર કરશે. જોકે ઐય્યર આખી સિઝન બહાર રહેશે તો બીસીસીઆઈ (BCCI) તેને પૂરી રકમ આપી દેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here