એશિયન ગેમ્સમાં ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રનથી હરાવ્યું, 1000 મીટર કેનોઈ ડબલમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રનથી હરાવ્યું, 1000 મીટર કેનોઈ ડબલમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
એશિયન ગેમ્સમાં ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રનથી હરાવ્યું, 1000 મીટર કેનોઈ ડબલમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
એશિયન ગેમ્સ 2023ના 10માં દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી હતી. ક્વાર્ટર ફાઈનલમાં ભારતે નેપાળને 23 રનથી હરાવ્યું હતું. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાને 202 રન બનાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

યશસ્વી જયસ્વાલની સદી ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેએ 25-25 રન બનાવ્યા હતા. જયારે રિન્કુ સિંહે 15 બોલમાં 37 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા નેપાળની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 179 રન જ બનાવી શકી હતી. ભારત માટે રવિ બિશ્નોઈ અને આવેશ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. જયારે અર્શદીપ સિંહને 2 વિકેટ અને સાંઈ કિશોરને એક વિકેટ મળી હતી.  

Visit Saurashtra Kranti Homepage here

અને અર્જુન સિંહ અને સુનીલ સિંહ સલામે ભારતને આજના દિવસનો પ્રથમ મેડલ અપાવ્યો હતો. આ ભારતીય જોડીએ કેનોઇ ડબલ્સ 1000 મીટરમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્જુન સિંહ અને સુનિલ સિંહ સલામે પુરુષોની 1000 મીટર કેનોઈ ડબલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ સાથે જ ભારત પાસે કુલ 61 મેડલ થઇ ગયા છે જેમાં 13 ગોલ્ડ મેડલ, 24 સિલ્વર મેડલ અને 24 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ ઉપરાંત ભારતે મેન્સ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે તીરંદાજીમાં જ્યોતિ અને અદિતિએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અભિષેક વર્માએ પુરુષોની સિંગલ્સ તીરંદાજીની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સિવાય તમામ ભારતીયોની નજર એથ્લેટિક્સ અને બોક્સિંગમાં ભારતીય ખેલાડીઓ પર રહેશે. 

 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here