એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ, કિશોરે જીત્યું સિલ્વર મેડલ

એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ, કિશોરે જીત્યું સિલ્વર મેડલ
એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ, કિશોરે જીત્યું સિલ્વર મેડલ
એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતીય ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. આજે ભારત ના નીરજ ચોપરાનો જેવલિન થ્રો ઈવેન્ટ હતી. જેમાં નીરજ ચોપરાએ ફરી એકવાર  ભાલા ફેંકમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. નીરજની સાથોસાથ કિશોર જેનાએ પણ સારું પરફોર્મ કર્યું છે. તેમણે પેરિસ ઓલમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. કિશોર બીજા નંબર પર રહ્યા. તેમને સિલ્વર મેડલ મળ્યું છે. નીરજ ચોપરા અને કિશોર બંનેના છેલ્લા પ્રયાસ ફાઉલ રહ્યા. પરંતુ નીરજે ગોલ્ડ મેડલ અને કિશોરે સિલ્વર મેડલ જીતી લીધો છે. નીરજનો બેસ્ટ થ્રો 88.88 મીટર અને કિશોરનો 87.54 મીટર રહ્યો. એવું ઈતિહાસમાં પહેલીવાર થયું છે, જ્યારે જેવલિનમાં ભારતે એક સાથે આ બંને મેડલ જીત્યા હોય.

Visit Saurashtra Kranti Homepage here

ભારતને પુરુષ 4*400 રિલે રેસમાં મોટી ઉપલબ્ધિ હાંસલ થઈ. પુરુષ ટીમે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેની સાથે જ અત્યાર સુધીમાં ભારતના ખાતામાં 18 ગોલ્ડ અને 31 સિલ્વર સહિત કુલ 81 મેડલ થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here