ફૂટબોલપ્રેમીઓ જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ફિફા વર્લ્ડકપ-2022નો આવતીકાલથી કતારમાં ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ ભારત સહિત આખી દુનિયામાં ‘ફીફાફિવર’ છવાઈ જશે અને 29 દિવસ સુધી રમતપ્રેમીઓને 32 ટીમો વચ્ચે એક એકથી ચડિયાતા 64 જેટલા મુકાબલા જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
કાલે રાત્રે 9:30 વાગ્યાથી યજમાન કતાર-ઈક્વાન્ડોર વચ્ચેની મેચથી ટૂર્નામેન્ટનો સત્તાવાર પ્રારંભ થશે. જો કે તેના પહેલાં સાંજે 7:30 વાગ્યાથી 60,000 જેટલા દર્શકોની ઉપસ્થિતિમાં ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં દુનિયાના ટોચના કલાકારો શીરકત કરશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here