અમદાવાદમાં ભારત-ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટનું ઓનલાઇન બુકીંગ શરૂ

અમદાવાદમાં ભારત-ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટનું ઓનલાઇન બુકીંગ શરૂ
અમદાવાદમાં ભારત-ન્યુઝીલેન્ડ T20 મેચની ટિકિટનું ઓનલાઇન બુકીંગ શરૂ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવવાની છે. 3જી T20મેચની ઓનલાઇન ટિકિટનું બુકીંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. 500થી લઇ 10,000 સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે. સોમવારથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે જેને લઈ હવે ક્રિકેટરસિકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી અને પોતાની ટિકિટ મેળવી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ D- E બ્લોકની ટિકિટોનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન પ્રીમિયમ વેસ્ટ લેફ્ટ અને રાઈટની ટિકિટનો ભાવ 6000 રૂપિયા છે. જયારે અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ 10,000 રૂપિયામાં મળશે. મેદાનમાં ઉપરની તરફ આવેલા R અને J બ્લોકનો ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે.