UPમાં ગર્ભવતીને ટ્રકે કચડી

UPમાં ગર્ભવતીને ટ્રકે કચડી
UPમાં ગર્ભવતીને ટ્રકે કચડી
એક્સિડન્ટમાં મહિલાનું પેટ ફાટી ગયું છે. તેના ગર્ભમાં જે બાળકી હતી તે 5 ફૂટ દૂર જઈને રસ્તા પર પડી. યુપીના ફિરોઝાબાદમાં હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. એક ગર્ભવતી મહિલા ઉપરથી ટ્રક પસાર થઈ ગઈ છે. જેણે પણ આ ઘટના જોઈ તેનાં રુંવાંડા ઊભાં થઈ ગયાં. મહિલાના શરીરના ટુકડા થઈ ગયા. લોકોએ નજીક જઈને જોયું તો બાળકી સલામત હતી.ગર્ભવતી મહિલા તેના પતિ સાથે પિયર જતી હતી. એક્સિડન્ટ પછી પતિ રામુએ કહ્યું હતું કે મારી આંખોની સામે જ ટ્રક મારી પત્ની ઉપરથી પસાર થઈ ગઈ. મારી પત્ની તડપી તડપીને મરી ગઈ, તેના શરીરમાં કઈ નહોતું વધ્યું.
UPમાં ગર્ભવતીને ટ્રકે કચડી ગર્ભવતી

Visit Saurashtra Kranti Homepage here

મારી બાળકી દૂર જઈને પડી અને તે રડતી હતી.મહિલાના મોતની વાત સાંભળીને તેના કાકાને પણ આઘાત લાગતાં નિધન થયું છે. મહિલા અને તેના કાકાના બુધવારે સાંજે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.આગ્રા જિલ્લાના ઘનૌલામાં રહેતો રામુ બુધવારે પત્ની કામિની સાથે બાઈકથી સાસરે જતો હતો. તેનું સાસરું ફિરોઝાબાદમાં આવેલા વજીરપુર કોટલામાં છે. તેણે જણાવ્યું હતું કે મારી પત્નીને 9મો મહિનો જતો હતો. તેણે મને બુધવારે સવારે કહ્યું હતું કે મને પિયર લઈ જાઓ, મને તેમની યાદ આવે છે. બાળક થયા પછી 4 મહિના સુધી નહીં જઈ શકું, તેથી હું સવારે 9 વાગે તેને બાઈક પર લઈને નીકળ્યો હતો.

મારું સાસરું મારા ઘરેથી 40 કિમી દૂર છે.તેણએ આગળ કહ્યું હતું કે થોડે આગળ નીકળ્યા પછી મારી પત્નીએ મને ચા માટે કહ્યું. અમે લોકોએ ઢાબા પર ચા પીધી. ત્યાર પછી અમે માંડ 5 કિમી જ આગળ વધ્યા હોઈશું અને એક ફુલ સ્પીડમાં આવતી ટ્રકે મારી બાઈકને પાછળથી ટક્કર મારી. ટક્કર વાગતાં કામિની બાઈક પરથી પડી ગઈ.રામુએ જણાવ્યું, ઘટના પછી હું અવાક થઈ ગયો, હું મારી પત્નીને જોઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા લોકો મારી બાળકીને ઉઠાવીને લઈ આવ્યા.

Read About Weather here

હું મારી બાળકીને ત્યાં જ લઈને બેસી ગયો. ત્યારે અમુક ભલા લોકો મારી બાળકીને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. એમ્બ્યુલન્સ આવ્યા પછી હું મારી પત્નીનો મૃતદેહ લઈને હોસ્પિટલ પહોંચ્યો. જિલ્લા હોસ્પિટલનાં બાળકોના ડોક્ટર એલકે ગુપ્તાએ જણાવ્યું હતું કે બાળકીની સ્થિતિ હવે પહેલાં કરતાં સારી છે. પડવાને કારણે તેના પેટના અંદરના ભાગે થોડી ઈજા આવી છે, પરંતુ હવે એને કારણે કોઈ જોખમ નથી.ત્યાંથી મેં મારાં પરિવારજનોને ફોન કરીને કહ્યું કે હવે કામિની નથી રહી. અમારા લગ્નને 3 વર્ષ થયાં હતાં. અમારું આ પહેલું બાળક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here