SUVએ ભાઈ-બહેનને 200 મીટર સુધી ઘસડ્યાં

SUVએ ભાઈ-બહેનને 200 મીટર સુધી ઘસડ્યાં
SUVએ ભાઈ-બહેનને 200 મીટર સુધી ઘસડ્યાં
જોધપુરમાં થયેલા એક અકસ્માતમાં ભાઈ-બહેનનું દર્દનાક મોત થયું છે. રાજસ્થાનમાં વહિવટી તંત્રની બેદરકારીના કારણે રોજબરોજ અકસ્માતના કેસ વધી રહ્યાં છે. ઓવરસ્પીડનો શિકાર બનેલા પીડિતોને ડ્રાઈવર 200 મીટર સુધી ઘસડી ગયો હતો. બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.ઘટના જોધપુરના લૂણીની છે. પોલીસે જણાવ્યું કે સોમવારે સવારે સર ગામના નિવાસી રમેશ પટેલ (28) પોતાના માસીની બહેન કવિતા (25)ને લઈને જોધપુર ઓફિસે લઈ જઈ રહ્યો હતો. કવિતાનું સિલેક્શન તલાટી તરીકે થયું હતું અને તે નોકરી જોઈન કરવા જઈ રહી હતી. પરંતુ ઘરથી થોડે દૂર જ SUVએ તેમને અડફેટે લઈ લીધી. દુર્ઘટના પછી ડ્રાઈવર ગાડી છોડીને ભાગી ગયો હતો.મળતી માહિતી મુજબ કવિતા રોહિચા કલાં ગામની રહેવાસી છે. સર ગામમાં તેનું સાસરું છે, પરંતુ પરિવાર કર્ણાટકમાં રહે છે.
SUVએ ભાઈ-બહેનને 200 મીટર સુધી ઘસડ્યાં ઘસડ્યાં

Visit Saurashtra Kranti Homepage here

કવિતા નોકરી જોઈન કરવા માટે ગઈ હતી અને પોતાની માસીને ત્યાં રહેતી હતી. તેનો માસિયાઈ ભાઈ તેને જોધપુર જવા માટે લઈને નીકળ્યો હતો.આ દુર્ઘટના પછી બંને ભાઈ-બહેનના મૃતદેહ જોધપુરના શાસ્ત્રી નગર સ્થિત મથુરા દાસ માથુર હોસ્પિટલ લવાયો. પરિવારનો આરોપ છે કે ભાઈ-બહેનની હત્યા કરવામાં આવી છે. જે બાદ ગ્રામીણ રોષે ભરાયા અને આરોપ લગાવ્યો કે દુર્ઘટનામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે બાદ સ્થાનિક લોકોએ લૂણીની બજાર બંધ કરાવી વિરોધ વ્યક્ત કર્યો.કવિતાના લગ્ન એક વર્ષ પહેલા જ થયાં હતા. પતિ રાજુ પટેલને મિઠાઈની દુકાન છે.

તો રમેશના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેનો પણ VDO (ગ્રામ વિકાસ અધિકારી) એક્ઝામમાં સિલેક્શન થયું હતું. કવિતા એક મહિના પહેલાં જ માસીના ઘરે આવી હતી. આ દુર્ઘટના અંગે પરિવારને જાણ થતાં જ તેઓ રાજસ્થાન જવા રવાના થઈ ગયા હતા. મોર્ચ્યુરીની બહાર મોટી સંખ્યામાં પરિવાર અને સમાજ લોકો તેમજ ગ્રામીણો એકઠાં થયા હતા. ગ્રામીણોનો આરોપ છે કે આ દુર્ઘટનામાં સામેલ આરોપીઓને ધરપકડ કરી સજા આપવામાં આવે.

Read About Weather here

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે SUVમાંથી હોકી સ્ટિક તેમજ બેઝબોલનું બેટ મળી આવ્યાં છે. જો કે પોલીસનું કહેવું છે કે તપાસ પછી જ કંઈ કહી શકાય છે. કવિતાની સાથે અમે બધાં ખુશ હતા. તે સાસરેથી ભગવાનના દર્શન કરીને નીકળી હતી. પાડોશી દયારામનું કહેવું છે કે- આજુબાજુના ખેડૂતોએ જણાવ્યું કે ગાડી લગભગ 100થી 150ની સ્પીડે હતી. તેમને આરોપ લગાવ્યો કે બદમાશોએ અદાવત રાખીને જાણીજોઈને ટક્કર મારી છે.તો આ તરફ મોર્ચ્યુરીની બહાર ધરણાં પર બેઠેલા રમેશના ભાઈ અશોકે જણાવ્યું કે બંને સવારે 8:30 વાગ્યે ઘરેથી નીકળ્યાં હતા. 9 વાગ્યે અમને ઘટનાની જાણાકરી મળી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here