RTE હેઠળ પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓની મિલકત ચકાસણી થવી જોઈએ:મહેતા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખની ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ સાથે ખાસ વાત
ઘણા વાલીઓ ખોટા દાખલા કઢાવીને પ્રવેશ મેળવી લેતા હોય છે: તપાસ થવી જોઈએ
જો શાળા સંચાલકને આવી કોઈ જાણ થાય તો તેમને નિર્ભયપણે શિક્ષણાધીકારીને જાણ કરવી જોઈએ
સક્ષમ વાલીઓ પોતાના બાળકોનું એડમીશન આરટીઈ હેઠળ ન કરાવે તો ગરીબ વાલીઓ આ લાભ થી વંચિત ન રહે: પ્રમુખ
શિક્ષણાધીકારીએ વાલીની મુલાકાત લઇ અને સ્થળ તપાસ કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા વાલીઓ ગેરલાભ લેતા અટકે

‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આરટીઈ હેઠળ શ્રીમંતોના બાળકોએ પ્રવેશ મેળવ્યો હોય તેવું બની શકે છે પરંતુ તે યોગ્ય વાત ન કહેવાય. તેની સામે તપાસ થવી જોઈએ અને ભવિષ્યમાં આવા કોઈ વાલીઓ આવો ગેરલાભ ન ઉઠાવે તે માટે તપાસ થવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

મળતી વિગત મુજબ, આ વર્ષે જિલ્લામાંથી 10 હજાર અરજી થઈ હતી પરંતુ રાજકોટ શહેરમાં અંદાજિત 3500 અને ગ્રામ્યમાં 2288 જેટલા વિદ્યાર્થીને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ અપાયો છે. ખરેખર સરકારના નિયમ મુજબ છઝઊમાં ગ્રામ્યમાં આવક મર્યાદા 1.20 લાખ, શહેરી વિસ્તાર માટે 1.50 લાખ હોવી જોઈએ, બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થી જ છઝઊમાં પ્રવેશ મેળવી શકે, અનાથ, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળમજૂર-સ્થળાંતરિત મજૂરનાં બાળકો, મંદબુદ્ધિ-સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધ લશ્કરી, પોલીસદળનાં જવાનનાં બાળકો,

માતા-પિતાને એકમાત્ર સંતાન હોય, રાજ્ય સરકાર હસ્તકની આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો, તમામ કેટેગરીના ઇઙક કુટુંબના બાળકો અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો ને જ પ્રવેશ મળે છે. ડી.વી.મહેતા એ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ઘણા વાલીઓ એવા હોય શકે જે ખોટા દાખલા કઢાવીને પ્રવેશ મેળવી લેતા હોય છે તેની સામે તપાસ થવી જોઈએ અને જે વાલીઓએ એડમીશન માટે અરજી કરી છે તેમાથી રેન્ડમલી તપાસ કરીને વાલીના ઘરે જઈને તેમની મિલકત તપાસણી કરવી જોઈએ જેથી ખરેખર એડમીશનને લાયક બાળકો સાથે અન્યાય ન થાય.

એડમીશન માટેની સમગ્ર પ્રક્રિયા પારદર્શક જ છે, બધી પ્રક્રિયા ઓનલાઈન જ થાય છે પણ ઘણા લોકો ખોટા દાખલા દર્શાવતા હોય છે. અત્યારે એડમીશન માટે કોઈ એજન્ટ કે વચેટિયા હોતા નથી જેથી આવી ઘટના બને.

Read About Weather here

પ્રમુખ મહેતા એ વધુમાં જણાવતા કહ્યું હતું કે, જો શાળા સંચાલકને આવી કોઈ જાણ થાય તો તેમને જિલ્લા શિક્ષણાધીકારીને ધ્યાને મુકવું જોઈએ જેથી તુરંત જ તેમની તપાસ થાય અને બનતી કાર્યવાહી કરવામાં આવે જેથી ગરીબ બાળકોને ન્યાય મળી રહે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here