‘RRR’નો ધમાકો…!

'RRR'નો ધમાકો…!
'RRR'નો ધમાકો…!
ચોથા દિવસે ફિલ્મે 72 કરોડથી વધુની કમાણી કરી છે. હિંદી વર્ઝને ચોથા દિવસે 17 કરોડની કમાણી કરી છે. ‘RRR’ બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ તોડી રહી છે. 550 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 4 દિવસમાં 560 કરોડથી વધુનો વર્લ્ડવાઇડ બિઝનેસ કર્યો છે. કોરોનાકાળમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સૂર્યવંશી’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ’83’ તથા ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કમાણીમાં પછાડી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ફિલ્મ 25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ છે.ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને કહ્યું હતું કે ‘RRR’ મન્ડે ટેસ્ટમાં ખરી ઉતરી છે. વર્લ્ડવાઇડ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 72.80 કરોડ રૂપિયા રહ્યું છે. આ પહેલાં ફિલ્મે ઓપનિંગ ડે પર 257.15, બીજા દિવસે 114.38, ત્રીજા દિવસે 118.63 કરોડની કમાણી કરી હતી.રાજમૌલિની આ ફિલ્મે 562.96 કરોડની કમાણી માત્ર ચાર દિવસમાં કરી છે.

Read About Weather here

ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી પહેલી ભારતીય ફિલ્મ બની છે. ‘RRR’નું ચોથા દિવસનું કલેક્શન સાઉથની પાંચ મોટી ફિલ્મની ઓપનિંગ કમાણી કરતાં પણ વધુ છે. ફિલ્મે ચાર દિવસમાં 91 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ પાંચમા દિવસે 100 કરોડ ક્લબમાં એન્ટર થશે. ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું, ‘RRR’ના હિંદી વર્ઝને ભારતમાં ચોથા દિવસે 17 કરોડની કમાણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here