‘RRR’ની બોક્સ ઓફિસ પર ગર્જના…!

બોક્સ ઓફિસ પર સુનામી…!
બોક્સ ઓફિસ પર સુનામી…!
પાંચમા દિવસે આ ફિલ્મે વિશ્વભરમાં 58 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. હિંદી વર્ઝને 100 કરોડનો આંકડો પાર કર્યો છે. ‘RRR’ બોક્સ ઓફિસ પર સતત નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. 550 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 5 દિવસમાં 620 કરોડથી વધુની વર્લ્ડવાઇડ કમાણી કરી લીધી છે. ‘RRR’ પહેલા જ વીકમાં ‘બાહુબલી’ના અનેક રેકોર્ડ્સ તોડી નાખશે.’RRR’એ ભારતમાં અત્યારસુધી 412 કરોડનો ગ્રોસ બિઝનેસ કર્યો છે. આ સાથે જ ‘RRR’ ભારતમાં અત્યારસુધી સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મના લિસ્ટમાં ત્રીજા નંબરે આવી ગઈ છે. આ લિસ્ટમાં રાજમૌલિની ‘બાહુબલી 2’ રૂપિયા 1031 કરોડ સાથે પહેલા નંબરે છે.

Visit Saurashtra Kranti Homepage here

‘બાહુબલી’ 418 કરોડ સાથે બીજા, રજનીકાંતની ‘2.0’ 408 કરોડ સાથે ચોથા તથા પાંચમા નંબરે આમિર ખાનની ‘દંગલ’ 387.39 કરોડ છે. નવાઈની વાત એ છે કે ટોપ 5 લિસ્ટમાં સાઉથની ચાર તો બોલિવૂડની માત્ર એક જ ફિલ્મ છે.મનોબાલા વિજયબાલને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે ‘RRR’એ પાંચમા દિવસે 58.46 કરોડનો વર્લ્ડવાઇડ બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે પાંચ દિવસમાં 621.42 કરોડની કમાણી કરી છે.ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું, હિંદી વર્ઝને 15.02 કરોડની કમાણી કરી છે. ફિલ્મે પાંચ દિવસમાં 107 કરોડથી વધુનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.

Read About Weather here

ફિલ્મનું હિંદી વર્ઝન ડિરેક્ટર રાજમૌલિની જ પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’નો રેકોર્ડ તોડી નાખશે. આ ફિલ્મ થોડાક જ દિવસમાં 200 કરોડથી વધુની કમાણી કરી લેશે.અન્ય એક પોસ્ટમાં તરણ આદર્શે કહ્યું હતું, ‘RRR’એ હિંદીમાં 100 કરોડની કમાણી કરી છે. રાજમૌલિની ત્રીજી ફિલ્મે હિંદીમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. આ પહેલાં ‘બાહુબલી’ તથા ‘બાહુબલી 2’ના હિંદી વર્ઝને 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી હતી. તરણ આદર્શે કહ્યું હતું કે પહેલા જ અઠવાડિયામાં ‘RRR’ 2015માં રિલીઝ થયેલી ‘બાહુબલી’ના તમામ રેકોર્ડ્સ તોડી નાખશે. આ ઉપરાંત ‘RRR’ કોરોનાકાળ પછી 100 કરોડથી વધુની કમાણી કરનારી છઠ્ઠી ફિલ્મ બની છે. આ પહેલાં ‘સૂર્યવંશી’, ’83’, ‘પુષ્પા’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ તથા ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 100 કરોડ ક્લબમાં એન્ટર થઈ છે.રામચરણ તથા જુનિયર NTRની પહેલી હિંદી ફિલ્મ છે, જેણે 100 કરોડથી વધુનો વકરો કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here