PSI વતી લાંચ લેતાં વકીલ ઝડપાયો…!

PSI વતી લાંચ લેતાં વકીલ ઝડપાયો...!
PSI વતી લાંચ લેતાં વકીલ ઝડપાયો...!

આરોપીને હેરાન ન કરવા માટે તેણે રૂ. 1.50 લાખની માગણી કરી હતી. વાઇન શોપના માલિકે ACBને આની જાણ કરી હતી. વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ 2020માં નોંધાયેલી એક દારૂના કેસમાં સેલવાસના વાઇન શોપના માલિકનું નામ ખૂલ્યું હતું,

Visit Saurashtra Kranti Homepage here

જેથી વાઇન શોપના માલિકે ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવ્યા હતા. તેમ છતાં 41(1) મુજબ કેસ કરવા અને અન્ય રીતે મહિલા PSI આરોપીને હેરાન કરતી હતી.  ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર વચેટિયો વકીલ લાંચની રકમ લેતાં ઝડપાયો હતો.

વલસાડ સિટી પોલીસ મથકે વર્ષ 2020માં નોંધાયેલી દારૂની એક FIRમાં સેલવાસના વાઇન શોપ સંચાલકનું નામ ખૂલ્યું હતું. નામ ખૂલતાં વલસાડ PSI વાય.જે. પટેલે આરોપીને સમન્સ મોકલાવ્યો હતો.

વાઇન શોપ સંચાલકે ધરપકડથી બચવા હાઈ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. તે આગોતરા જામીન મેળવ્યા બાદ સિટી પોલીસ મથકે જવાબ નોંધાવવા આવ્યો હતો.

તેમ છતાં 41(1)ની કલમ લાગુ કરીને PSIએ જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. PSI શોપના માલિકને આ કેસ પોતાના માનીતા વકીલને જ લડવા આપવા દબાણ કરતી હતી, જેની સાથે તેણે રૂ. 1.50 લાખની લાંચની માગણી કરી હતી.

સિટી પોલીસ મથકના PSIએ ધમકી આપતાં ગભરાયેલા વાઇન શોપના માલિકે ACBનો સંપર્ક કર્યો હતો, જેથી ગાંધીનગર ACBએ છટકું ગોઠવ્યું હતું, જેમાં વલસાડ મામલતદાર કચેરી બહાર લાંચની

રકમ સ્વીકારવા PSI વાય.જે. પટેલ વતી તેમના વચેટિયા વકીલ ભરત યાદવે રૂા. 1.50 લાખની લાંચ સ્વીકારી હતી. ગાંધીનગર ACBના છટકામાં વકીલ ઝડપાઇ

Read About Weather here

ગયો હોવાની વાત વાયુ વેગે પોલીસબેડામાં ફેલાતાં વલસાડ સિટી પોલીસ મથક સહિત અનેક પોલીસ મથકોમાં સન્નાટો છવાઈ ગયો હતો.તેને ACBની ટીમે ઝડપી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here