PMનો કાફલો રોકનારને માત્ર 200 રૂપિયાનો દંડ…!

PMનો કાફલો રોકનારને માત્ર 200 રૂપિયાનો દંડ...!
PMનો કાફલો રોકનારને માત્ર 200 રૂપિયાનો દંડ...!
પંજાબ પોલીસે FIRમાં કોઈનું પણ નામ લખ્યું નથી. અચરજ પમાડનારી વાત એ છે કે તેમાં ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોકવાની વાતનો ઉલ્લેખ નથી. તેમાં PMની સુરક્ષા માટે બનેલા SPG એક્ટને પણ લગાવવામાં આવ્યો નથી. ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો રોકવાની સજા માત્ર 200 રૂપિયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આવું એટલા માટે છે કારણ કે પંજાબ પોલીસે કુલગઢી પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાવ્યો છે, તેમાં IPCની કલમ 283 લગાવવામાં આવી છે. આ કલમમાં સજા 200 રૂપિયા છે. તેમાં જામીન પણ પોલીસ સ્ટેશનમાં જ થઈ જાય છે.

આરોપીએ કોર્ટ સુધી પણ જવાની જરૂર નથી.સુપ્રીમ કોર્ટમાં અરજી થયાની જાણ થતા જ પંજાબ પોલીસે કેસ તો નોંધી લીધો, જોકે તેમાં તેની જ ચૂક છતી થઈ ગઈ. પહેલી વાત તો એ છે કે તેમાં 18 કલાકનો સમય લગાવી દીધો. ભાજપના નેતાઓનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1.05 વાગ્યે ફલાયઓવર પહોંચી ગયા હતા.

તેમ છતાં પોલીસ કર્મચારી ત્યાં અઢીથી 3 વાગ્યાની વચ્ચે પહોંચ્યા હતા. આ સિવાય કેસ પણ બીજા દિવસે એટલે કે 6 જાન્યુઆરીએ સાંજે 7.40 મિનિટે નોંધાયો છે.
પંજાબની ચન્ની સરકાર દ્વારા ઈન્સ્પેક્ટર બીરબલ સિંહના નિવેદન પર કેસ નોંધાયો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે તે DSP સુરિંદર બાંસલની સાથે સિક્યોરિટી રૂટ પર ફિરોઝપુર ગયા હતા. જ્યારે તે પોલીસ સ્ટેશને જઈને કૃષિ ભવનના નજીકના રૂટ પર ડ્યૂટી કરી રહ્યાં હતા તો માહિતી મળી કે ફિરોઝપુરથી મોગા રોડ પર ગાંમ પ્યારેઆણા પુલ સેમનાલા પર કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ ધારણા કરી રહ્યાં હતા.

Read About Weather here

તે અઢીથી 3 વાગ્યાની વચ્ચે ઘટના સ્થળે પહોંચ્યા હતા, તે પછીથી અજ્ઞાત વ્યક્તિઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.તેના પગલે રોડ પરથી પસાર થતી આમ પબ્લિક, રેલીમાં જનારા લોકો અને વીઆઈપીની ગાડીઓ માટેનો રસ્તો બંધ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here