PMનો ગુજરાત પ્રવાસ

પ્રધાનમંત્રી ગુજરાતના 21 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી ગુજરાતના 21 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર આવશે ત્યારે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ એરપોર્ટથી તાજ સર્કલ, ઇન્દિરાબ્રિજ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. સાંજે 5:30 વાગ્યે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી વડાપ્રધાનના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.ઇન્દિરા બ્રિજ થઇ તેઓ સીધા ગાંધીનગર જશે. તાત્કાલિક ધોરણે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આશરે 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી વડાપ્રધાનને આવકારશે.વડાપ્રધાન મોદી આજે ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવાના છે. ત્યારે આ મુલાકાત પહેલાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને PMએ નવું નામ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરશે.વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેશે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.19મીએ જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહૂર્ત કરશે. 20મી એપ્રિલે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે.

Read About Weather here

ત્રણ દિવસના પ્રવાસમાં વડાપ્રધાન રૂપિયા 22,600 કરોડનાં વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમૂર્હત કરશે.દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટર પર લખ્યું છે કે વડાપ્રધાન! વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોડર્ન સેન્ટરમાંથી આ શાળાઓનું ચિત્ર કદાચ તમને નહીં દેખાય. ગુજરાતની શાળા જોઈ છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાત જેને ગમતું ન હોય તેઓ ગુજરાત છોડી શકે છે. એને લઇને આમ આદમી પાર્ટીને પ્રચાર કરવાનો મોકળો માર્ગ મળી ગયો છે.ત્યાં બેસવા માટે ડેસ્ક નથી, બંધ જંકયાર્ડમાં કરોળિયાના જાળા છે, શૌચાલય તૂટેલાં છે. મેં પોતે શિક્ષણમંત્રીના ક્ષેત્રમાં આવી શાળાઓ જોઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here