IPL પર ફરી કોરોનાનું જોખમ…!

કિશાનપરા ખાતે LED સ્ક્રીનમાં IPL ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ
કિશાનપરા ખાતે LED સ્ક્રીનમાં IPL ફાઇનલ મેચનું લાઇવ પ્રસારણ
ત્યારપછી જોકે ટીમે બેંગ્લોર સામે મેચ પણ રમી પરંતુ આજે મીડિયા રિપોર્ટ્સના આધારે અન્ય એક ખેલાડી પણ પોઝિટિવ આવ્યો છે. હવે દિલ્હી કેપિટલ્સ ટીમના તમામ સભ્યોને હોટલમાં ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. IPL 2022માં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અત્યારે દિલ્હી કેપિટલ્સમાં કોવિડનો બીજો કેસ સામે આવ્યો છે. તમને જણાવી દઈકે 3 દિવસ અગાઉ DCના ફિઝિયો પેટ્રિક પોઝિટિવ આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તમામ ખેલાડીઓને બે દિવસ સુધી હોટલમાં રાખવામાં આવશે અને આ દરમિયાન તમામના કોવિડ ટેસ્ટ થશે. કોરોનાનો રિપોર્ટ આવ્યા પછી જ આગળ આ ટીમની સફર અંગે નિર્ણય લેવાઈ શકે છે. આ કારણે 20 એપ્રિલે દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ પણ સ્થગિત થઈ શકે છે.દિલ્હીની આગામી મેચ 20 એપ્રિલના રોજ પંજાબ સામે પુણેમાં રમાવાની છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં દિલ્હીના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે આ ખેલાડીનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જ કોરોના કેસની પુષ્ટિ થશે.

રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરનો રિપોર્ટ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી સ્ટાફના અન્ય એક સભ્યમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ RTPCR ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.દિલ્હીની ટીમ આજે મુંબઈથી પુણે જવા રવાના થવાની હતી, કારણ કે તેણે 20 એપ્રિલે પંજાબ સામે મેચ રમવાની છે. પરંતુ કોરોનાનો બીજો કેસ સામે આવતાં તમામ ખેલાડીઓને ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.હોટલમાં ક્વોરન્ટીન તમામ ખેલાડીઓના આજે સોમવારે અને આવતીકાલે કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.દરેક ટેસ્ટના રિપોર્ટમાં તમામ ખેલાડીઓ કોવિડ નેગેટિવ આવ્યા પછી જ ટીમ પંજાબ સામેની મેચમાં ઉતરશે.દિલ્હીના જે ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તે પુણે જશે અને જો કોરોના કેસ વધશે તો મેચ મોકૂફ રાખવામાં આવશે.

ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ દિલ્હી કેપિટલ્સના તમામ ખેલાડીઓના સંપર્કમાં રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક ખેલાડી પોઝિટિવ મળી આવ્યો છે. વધુ ખેલાડીઓ સંક્રમિત થવાની સ્થિતિમાં મેચ સ્થગિત કરવામાં આવી શકે છે. ગયા વર્ષે પણ બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી બાદ ઘણા કેસ નોંધાયા હતા. ત્યારપછી BCCIએ IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી.

Read About Weather here

પછી ફેઝ-2નું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું હતું.દિલ્હી કેપિટલ્સના IPL 2022માં પ્રદર્શનની વાત કરીએ તો, ટીમે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. આ દરમિયાન તેણે 2 મેચ જીતી છે અને 3 મેચમાં હારનો સામનો કર્યો છે. દિલ્હીએ પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. ત્યારપછી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીએ તેની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું હતું. . દિલ્હી સામે 190 રનનો ટાર્ગેટ હતો અને ટીમની શરૂઆત પણ શાનદાર રહી હતી. DCની બીજી વિકેટ 94ના સ્કોર પર પડી હતી અને એટલું જ નહીં ટીમ આ મેચ જીતવા માટે પણ ફેવરિટ હતી.જોકે 16મી એપ્રિલે દિલ્હીએ 16 રનથી RCB સામે હારનો સામનો કર્યો છે.IPL 2022ની 27મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 16 રનથી દિલ્હી કેપિટલ્સને હરાવી દીધું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here