OMG હવે વોટ્સએપ પરથી IPO ભરો…!

OMG હવે વોટ્સએપ પરથી IPO ભરો…!
OMG હવે વોટ્સએપ પરથી IPO ભરો…!
ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોકસ (Upstox) તરફથી રોકાણકારો માટે વોટ્સએપ આધારિત સેવાઓ લોન્ચ કરવામાં આવી છે. Upstox તરફથી કહેવામાં આવ્યું છે કે, તે IPO માટે અરજી કરવાની પ્રક્રિયામાં શરૂઆતથી અંત સુધી વોટ્સએપના માધ્યમથી સેવા આપે છે.

Visit Saurashtra Kranti Homepage here

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રમુખ સ્થાન ધરાવતાં વોટ્સએપ પરથી હવે ડીમેટ એકાઉન્ટ ખોલાવાની અને કોઇપણ ઇનીશિયલ પબ્લિક ઓફર (IPO) ભરવાની સવલત મળશે.  સાથે જ ગ્રાહકો માટે એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.

Upstox દાવો કર્યો છે કે, તેના પ્લેટફોર્મ સાથે ફકત ઓકટોબરમાં જ ૧૦ લાખ ગ્રાહકો જોડાયા છે અને યૂઝર્સની સંખ્યા ૭૦ લાખને પાર પહોંચી છે. કંપનીએ જણાવ્યું કે તેનો ટાર્ગેટ ૨૦૨૨ના અંત સુધીમાં પોતાના ગ્રાહકોની સંખ્યા વધારીને ૧ કરોડ સુધી લઈ જવાનો છે.

Upstoxના જણાવ્યા અનુસાર, આ સેવા નવા અને જૂના બંને ગ્રાહકો માટે છે. કંપનીનું કહેવું છે કે આ સેવા કસ્ટમર્સને પોતાના WhatsApp ચેટ વિન્ડોમાંથી બહાર નીકળ્યા વગર કોઈ પણ IPOના સબ્સક્રાઇબ કરવા માટે સક્ષમ બનાવે છે.

Upstoxની આશા છે કે આ સેવાના કારણે તેના પ્લેટફોર્મથી આઈપીઓ અરજીની સંખ્યામાં પાંચ ગણો વધારો થઈ શકે છે.ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને પણ WhatsAppના માધ્યમથી સરળ બનાવવામાં આવી છે.

Upstoxનું કહેવું છે કે વોટ્સએપના માધ્યમથી ડીમેટ એકાઉન્ટ ખોલતા ફકત એક મિનિટ લાગશે. કંપનીએ જણાવ્યું કે, ‘Upstox Resources’ અને ‘Get Support’ જેવી ટેબ ગ્રાહકોને એક કિલકમાં FAQ અને Upstox સાથે જોડાયેલી તમામ વિગતોને મળી રહેશે.

કંપની તરફથી ખાતરી આપવામાં આવી છે કે, આ સેવા માટે WhatsApp પર કોઈ દસ્તાવેજ અપલોડ નહીં કરવામાં આવે અને ચેટમાં અટેચમેન્ટ તરીકે કોઈ દસ્તાવેજ મોકલવામાં નહીં આવેUpstoxના સ્થાપક શ્રીની વિશ્વનાથે જણાવ્યું કે,

Read About Weather here

નવા ફીચર્સ નવા ગ્રાહકોને જોડવાનું કામ કરશે અને રોકાણકારોને એક સરળ રસ્તો આપશે. તેમનું કહેવુ છે કે વિતેલા દિવસોથી આઇપીઓ માર્કેટમાં થતી ચહલપહલ કંપની માટે નવા ગ્રાહકોને જોડવાની ઉત્ત્।મ તક સમાન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here