OMG વૈજ્ઞાનિકોને મળી આવ્યું ડાયનાસોરનું બાળક…!

OMG વૈજ્ઞાનિકોને મળી આવ્યું ડાયનાસોરનું બાળક...!
OMG વૈજ્ઞાનિકોને મળી આવ્યું ડાયનાસોરનું બાળક...!
ખાસ વાત એ છે કે આ ઈંડા સંપૂર્ણપણે કસિત થઈ ચૂકેલા છે અનેડાયનાસોરનું બાળક જન્મ લેવા તૈયાર હતું. ઈંડાની અંદર ડાયનાસોરના ભ્રૂણના (DinosaurEmbryo) અવશેષો પૂરી રીતે સુરક્ષિત છે. 

Visit Saurashtra Kranti Homepage here

વૈજ્ઞાનિકોએ તેમની ઘણી શોધોમાં આ વાતની પુષ્ટિ કરી છે કે કરોડો વર્ષો પહેલા ધરતી પર ડાયનાસોરની ઘણી પ્રજાતિઓ રહેતી હતી. પરંતુ હાલના દિવસોમાં આ દાવાને બળ મળ્યું છે કે જયારે ચીનના ઝિયાંગસી (Jiangxi) પ્રાંતમાં વૈજ્ઞાનિકોને ડાયનાસોરના ઈંડાના અવશેષ મળ્યા છે. 

વૈજ્ઞાનિકોનો દાવો છે કે અત્યાર સુધીમાં મળેલા ડાયનાસોરના ભ્રૂણોમાં આ ભ્રૂણ સૌથી વધુ વિકસિત છે. આ સાથે જ એક આકરણી મુજબ તેની લંબાઈ આશરે 10.6 ઇંચ હશે. વૈજ્ઞાનિકોએ આ બાળકને બેબી યિંગલિયાંગ (BabyYingliang) નામ આપ્યું છે. 

જેની ઉંમર લગભગ 7 કરોડ વર્ષ માનવામાં આવી રહી છે. ખાસ કરીને બેબી યિંગલિયાંગ ઓવીરપ્ટોસોરસની પ્રજાતિનો ડાયનાસોર છે. આપને જણાવી દઈએ કે ઓવીરપ્ટોસોરસ ડાયનાસોરને પાંખોવાળો ડાયનાસોર પણ કહે છે. 

જેની ખાસ વાત એ છે કે આ ડાયનાસોર ઘણી હદ સુધી પંખીની જેવું હોય છે. તેના દાંત હોતા નથી અને તેનું મોંઢું ચાંચની તરફ જોવા મળતું હતું. મીડિયા રિપોર્ટ મુજબ બેબી 

Read About Weather here

યિંગલિયાંગ નું શરીર પૂર્ણ રીતે વિકસિત થઈ ચુક્યુ હતું. તે થોડાક દિવસોમાં ઈંડાથી બહાર આવવાનું હતું. તેનું માથું શરીરની નીચે હતું અને શરીર પીઠના આકારમાં વળેલું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here