OMG ઈંગોરિયા યુદ્ધની તૈયારી…!

OMG ઈંગોરિયા યુદ્ધની તૈયારી...!
OMG ઈંગોરિયા યુદ્ધની તૈયારી...!
સાવરકુંડલા ગામમાં છેલ્લા 70 કરતા વધુ વર્ષોથી યુવાનો એકબીજા પર ઈંગોરિયા ફેંકી દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે યોજાતા ઈંગોરિયા યુદ્ધની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ચાલુ વર્ષે્ તાઉ-તે વાવાઝોડાને કારણે ઈંગોરિયાનાં વૃક્ષો પડી જતાં એના સ્થાને કોકડાનો ઉપયોગ વધુ થશે. કારીગરો હાલ ઈંગોરિયા અને કોકડા બનાવવામા વ્યસ્ત બન્યા છે. તો લોકો ઈંગોરિયા યુદ્ધ રમવા અને જોવા માટે ઉત્સુક બન્યા છે. શું છે આ ઈંગોરિયા યુદ્ધની વિશેષતા એ જાણીએ.

ગયા વર્ષે કોરોનાને કારણે ઈંગોરિયાનું યુદ્ધ ખેલાયુ ન હતું. જોકે, આ વર્ષે યુવાનો રમવા માટે ઉત્સાહ સાથે થનગની રહ્યા છે. આ વર્ષે ઈંગોરિયા યુદ્ધ સાવરકુંડલા શહેરના દેવળા ગેટ નજીક રિદ્ધિસીધી ચોકમાં જોવા મળશે.

આ ઈંગોરિયા યુદ્ધમાં નાનાથી લઈ મોટા લોકો નિખાલસતાથી એક બીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી મજા માણે છે. આ યુદ્ધ દરમિયાન હજુ સુધી ક્યારેય કોઈને ઇજા પહોંચી નથી. લોકો એક બીજાને પ્રેમ ભાવ અને લાગણી પૂર્વક ઈંગોરિયા ફેંકી રમતની મજા માણ

ઈંગોરિયા શું છે ? એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરિયું કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સૂકવી દે છે.

ત્યાર બાદ ઉપરથી છાલને છરી વડે કાઢી તેમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યાર બાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવામાં આવે છે.

ત્યારબાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. જેને દીવાળીની રાત્રિએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરિયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે. અમરેલી જિલ્લામાં સાવર અને કુંડલા બે ગામ વચ્ચે નાવલી નદી આવેલી છે.

વર્ષો પહેલાં અહીં બંને ગામના યુવાનો દિવાળીની રાત્રે એકબીજા પર ઈંગોરિયા ફેંકી અનોખી ઉજવણીની શરૂઆત કરી હતી, જે પરંપરા આજે 70 વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવે છે.

ઈંગોરિયા યુદ્ધ ખેલવા માટે યુવાનો દિવાળીની રાતની રાહ જોતા હોય છે તો ઈંગોરિયા બનાવતા કારીગરો એક મહિના પહેલાંથી જ ઈંગોરિયા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે.

ઈંગોરિયાના વૃક્ષ વધારે ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. તેના વૃક્ષમાંથી ઈંગોરિયાને લેવામાં આવે છે. જોકે, વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થતા ઈંગોરિયાની આ વર્ષે અછત ઉભી થઈ છે.

કોલસો, ગંધક સહિતની સામગ્રી ભરીને ઈંગોરિયાને બનાવવામાં આવે છે. જેની તૈયારી હાલ ચાલી રહી છે. આ વર્ષે ઈંગોરિયાની અછતના કારણે ઈંગોરિયા મેળવવા મુશ્કેલ બન્યાં છે.

જેથી ઈંગોરિયા રસિયાઓ દ્વારા આ વખતે દોરાની કોકડી લેવામાં આવી છે. તેમજ કોલસો, ગંધરક સહિત સામગ્રી ભરી ઈંગોરીયાને તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ રમત જે લોકો વર્ષોથી રમે છે તે લોકો જ વધારે ભાગે રમે છે. કારણ કે તેઓને ઈંગોરિયા ફોડવાની અને ફેંકવાની ફાવટ આવી ગઈ હોઈ છે. જેને ખબર ના હોય તેવા નવા લોકો આ ઈંગોરિયા ફેંકે તો દાઝી જવાની તેમજ તેઓ ઈજાગ્રસ્ત થવાની શક્યતા રહે છે.

અહીં વર્ષોથી આ યુદ્ધ ખેલાય છે. જેથી અહીંના સ્થાનિકો ખૂબ અનુભવી થઈ ગયા છે. જેના કારણે સહેલાઈથી તેઓ આ રમત રમી શકે છે. આ યુદ્ધ અજાણ લોકો માટે જોખમી પણ છે.

પ્રકાશ ગેડિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. નાવલી નદીમાં આ રમત રમાય છે. આ વર્ષે વાવાઝોડાના કારણે ઈંગોરિયાનાં વૃક્ષો ધરાશાયી થયાં છે, જેથી ઈંગોરિયાની અછત છે.

Read About Weather here

આ યુદ્ધ જોવા માટે બહારના લોકો પણ આવે છે. દેશ વિદેશમાં રહેતા લોકો પણ પોતાના વતન આ યુદ્ધ નિહાળવા આવે છે. સાવર અને કુંડલા 2 ભાગ છે. તેમાં વચ્ચે નદી પસાર થાય છે ત્યા લોકો સામ-સામે આવીને ઈંગોરીયા યુદ્ધ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here