MNS કાર્યકર્તાએ IPL બસોમાં તોડફોડ કરી…!

MNS કાર્યકર્તાએ IPL બસોમાં તોડફોડ કરી…!
MNS કાર્યકર્તાએ IPL બસોમાં તોડફોડ કરી…!
પ્રાપ્ત થતી માહિતી અનુસાર MNS કાર્યકર્તાઓએ IPL ખેલાડીઓ અને હોટલની બહાર ઉભેલી સ્ટાફ બસ પર હુમલો કર્યો છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ દક્ષિણ મુંબઈમાં તાજ હોટલની બહાર હંગામો અને તોડફોડ કરી છે. આ તમામ કાર્યકર્તાએ લાકડીઓ અને પથ્થરો વડે બસના કાચ તોડી નાખ્યા છે. જોકે પોલીસે આ તોફાન કરતા MNSના અનેક કાર્યકરોની ધરપકડ કરી દીધી છે.MNS કાર્યકર્તાઓનો આરોપ છે કે IPL માટે મહારાષ્ટ્ર બહારથી કોન્ટ્રાક્ટ દ્વારા બસો લાવવામાં આવી છે. જેમાં સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી છે અને બહારના રાજ્યોના લોકોને લાભ મળી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વખતે IPLની તમામ લીગ મેચ મહારાષ્ટ્રમાં યોજાશે. આમાંથી મોટાભાગની મેચો મુંબઈ અને પુણેમાં છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ MNSના તોડફોડ કરનારા કાર્યકરો ટ્રાન્સપોર્ટ વિંગના છે. તેવામાં મોડી રાત્રે કરાયેલી આ તોડફોડ દરમિયાન સૌથી પહેલાં કાર્યકરો બસની અંદર ઘુસ્યા. ત્યારપછી તેમણે બસ પર દંડા અને મુક્કા મારી તોડફોડ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અન્ય કેટલાક કાર્યકરોએ વિવિધ માંગના પોસ્ટર પણ ચોંટાડ્યા અને નારા લગાવ્યા હતા.

Read About Weather here

જોકે ત્યારપછી પણ ગુસ્સો શાંત ન થતા તેમને બસના કાચ તોડવાનું શરૂ કરી દીધું હતું.જોકે આ પ્રદર્શનને પોલીસે રોકી તમામ કાર્યકર્તાની ધરપકડ કરી લીધી છે. તેવામાં એક કાર્યકર સંજય નાઈકે કહ્યું કે અમારા વિરોધ છતા દિલ્હી અને અન્ય સ્થળેથી અહીંયા બસો અને નાના વાહનો લાવવામાં આવ્યા છે. અમે આ પગલાંનો વિરોધ કરી રહ્યા છીએ, છતા કોઈ અમારી વાત સાંભળી રહ્યું નથી. જેથી કરીને અમે આ પ્રમાણે વિરોધ પ્રદર્શન આગળ ધપાવ્યું હતું.આનાથી સ્થાનિક લોકોની આજીવિકા પ્રભાવિત થઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here