IT વિભાગ દરોડામાં કરોડો રૂપિયા રોકડા મળ્યાં…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બીજા દિવસે આઇટીના અધિકારીઓને વધુ રૂ. 5 કરોડ રોકડા મળી આવ્યા હતા. જેમાં સુરત સ્થિત શેર બ્રોકર ચિરાગ મોઢના ત્યાંથી અધિકારીઓને રૂ. 4 કરોડ રોકડા મળ્યા હતા. ટાઇલ્સ ઉત્પાદક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ (એજીએલ) પર ઈન્કમટેક્સના સાગમટે દરોડાની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત્ રહી હતી. આ બે દિવસની કાર્યવાહીમાં ઇન્કમટેકસના અધિકારીઓને રૂ. 15 કરોડ રોકડા, 12 લોકર, અને પ્રોપર્ટીમાં રોકાણ કર્યાના દસ્તાવેજો મળી આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આઈટીએ અમદાવાદ, સુરત, મોરબી અને હિંમતનગર મળીને કુલ 40 સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌથી વધારે રોકડ ફાઈનાન્સર સંકેત શાહ, રુચિત શાહ અને દીપક શાહને ત્યાંથી 10 કરોડ મળી આવી હતા. આ ઉપરાંત સુરતમાં વીઆઈપી રોડ પર આવેલા રતન જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા શેર બ્રોકર ચિરાગ મોઢને ત્યાંથી રૂ. 4 કરોડ રોકડા મળી આવ્યા હતા.

Read About Weather here

આઈટીના અધિકારીઓ દ્વારા ફાઈનાન્સરો ઉપરાંત સેજલ શાહના શિવરંજની ક્રોસિંગ પાસેના નિવાસ સ્થાને અને ઓફિસ બંને સ્થળોએ સર્ચની કાર્યવાહી યથાવત રહી હતી. બે નંબરના રૂપિયા તેઓ અન્યોને રોકડા આપી ચેકથી લીગલ એન્ટ્રીમાં ફેરવી લેતા હતા. બેન્કમાં આ વ્યવહારો મોટા પ્રમાણમાં થતાં આઈટીની નજર પડી હતી.ગુરુવારે આઈટીની ટીમ પાલડી સ્થિત ત્રણથી ચાર બ્રોકરોને ત્યાં દરોડા પાડવા માટે ગઇ હતી, ત્યારે આ ફાઇનાન્સરોએ તેમની પહોંચ કયા કયા સુધી છે તેમ જણાવીને અધિકારીઓને કાર્યવાહી ન કરવા અને જતા રહેવા જણાવ્યું હતું.કંપનીના ડાયરેકટરો તગડો નફો રળતા હતા પરંતુ તેને ચોપડે બતાવતા નહોતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here