IELTSના પેપરની લૂંટ…!

IELTSના પેપરની લૂંટ...!
IELTSના પેપરની લૂંટ...!
મહેસાણા શહેરમાં ગઈકાલે ગુરૂવારે રાત્રી દરમિયાન ગાડીમાં સવાર કેટલાક ઈસમોએ માલગોડાઉન રોડ પર આવેલી કુરિયરની ઓફિસમાં તોડફોડ કરી પેપરની ત્રણ બેગો લૂંટી ફરાર થયા હતા. ઉત્તર ગુજરાતમાં વિદેશનો ક્રેઝ વધારે જોવા મળે છે, તેમાં પણ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ લોકો વિદેશમાં સ્થાયી છે અથવા તો એજ્યુકેશન અર્થે જતા હોય છે. ત્યારે જ્યાં સૌથી વધુ લોકો વિદેશ જાય છે ત્યાંથી વિદેશમાં ભણવા જવા માટેની IELTSના પેપરોની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.  જેથી સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મહેસાણા શહેરમાં આવેલ માલગોડાઉન રોડ પરના સરદાર પટેલ સંકુલ કોમ્પલેક્ષમાં આવેલ બ્લ્યુ ડાર્ટ કુરિયર નામની ઓફિસમાં ગત રાત્રે 9 કલાકે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. એ દરમિયાન એક સફેદ સ્કોર્પિયોમાં ચાર જેટલા ઈસમો ઓફિસ આગળ આવી ઉભા રહ્યા હતા.ગાડીમાંથી ત્રણ ઈસમોએ ધોકા અને લોખંડની રોડ લઈને સીધા ઓફિસમાં ઘુસી કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેમાં ઓફિસમાં મુકેલા કોમ્પ્યુટર, ટીવી સહિતની ચીજ વસ્તુઓમાં તોડફોડ કરી હતી.

બાદમાં બે ઈસમોએ ઓફિસમાં જ્યાં કુરિયર મુકવામાં આવે છે ત્યાં જઈને IELTSના 3 પેપર બેગ ઉઠાવી ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. એ દરમિયાન કર્મચારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમને માર મારી ઘાયલ કર્યા હતા.સમગ્ર મામલે ગાડીમાં લૂંટ કરવા આવેલા ચાર ઈસમો 25થી 30ની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે લૂંટ કરી ગાડીમાં બેસી ઈસમો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ મહેસાણા બી ડીવીઝન પોલીસને થતા પોલીસ દોડી આવી હતી.

Read About Weather here

પોલીસે સમગ્ર મામલે હાલમાં ફરીયાદ નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. હાલમાં રાત્રી દરમિયાન પોલીસે ટોલનાકાના સીસીટીવીની પણ તપાસ કરી હતી અને જ્યાં લૂંટ થઈ એની આસપાસના પણ સીસીટીવી તપાસ્યા હતા. તેમજ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને મહેસાણા બી ડીવીઝન પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.હાલમાં પોલીસની 3 ટીમો આરોપીઓને શોધવા કામે લાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here