EDની કાર્યવાહી …!

EDની કાર્યવાહી …!
EDની કાર્યવાહી …!
ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે જેકલીન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની નજરમાં આવી હતી. બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. EDએ જેકલીનની ત્રણવાર પૂછપરછ કરી હતી. હવે, EDએ જેકલીનની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ આ કાર્યવાહી ખંડણીના એક કેસમાં કરી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, જપ્ત કરેલી સંપત્તિમાંથી 7.12 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટના રૂપમાં છે. આ કેસમાં ED સહિત અનેક એજન્સીઓ તપાસ કરતી હતી. કહેવાય છે કે જેકલીનની જપ્ત કરેલી સંપત્તિમાં 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ પણ સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પહેલાં 5 ડિસેમ્બર, 2021ના રોજ જેકલીને દેશની બહાર જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે એક્ટ્રેસને મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. EDએ જેકલીન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઇશ્યૂ કરી છે.સુકેશે જેકલીનને 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. સુકેશે જેકલીનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જીમ વેર, એક જોડી લુઇ વીટનના શૂઝ, બે જોડી હીરાની ઇયરરિંગ્સ, માણેકનું બ્રેસલેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસલેટ, 15 જોડી ઇયરરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો.

EDની કાર્યવાહી …! કાર્યવાહી

આટલું જ નહીં સુકેશે જેકલીનની માતાને પોર્શે કાર તથા 1.8 લાખ ડોલર આપ્યા હતા. સુકેશે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈને 15 લાખ રૂપિયા આપ્યા હતા.જેકલીન પાસે કરોડોની સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, જેકલીન પાસે અંદાજે 74 કરોડની નેટવર્થ છે. જેકલીન એક ફિલ્મ માટે અંદાજે 3-4 કરોડ રૂપિયા લે છે. 2019માં જેકલીનની વાર્ષિક આવક 9.5 કરોડ રૂપિયા હતી. નવાઈની વાત એ છે કે તે વર્ષે નેટફ્લિક્સ પર ફિલ્મ ‘ડ્રાઇવ’ સ્ટ્રીમ થઈ હતી અને બીજી કોઈ ફિલ્મ રિલીઝ થઈ નહોતી.જેકલીનનો જન્મ બહરીનમાં થયો છે. તે એક્ટર તથા મોડલ છે. તેણે કરિયરની શરૂઆત ટીવી રિપોર્ટર તરીકે કરી હતી. 2006માં જેકલીન મિસ યુનિવર્સ શ્રીલંકા બની હતી અને તે જ દિવસે મિસ યુનિવર્સ સ્પર્ધામાં શ્રીલંકાને રિપ્રેઝન્ટ કર્યો હતો.

EDની કાર્યવાહી …! કાર્યવાહી

જેકલીન ફર્નાન્ડિઝે 2009માં ફિલ્મ ‘અલાદીન’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. સુજોય ઘોષના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, અમિતાભ બચ્ચન તથા સંજય દત્ત પણ હતા. જેકલીન મૂળ શ્રીલંકાની છે. તે 12 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. તેણે ફિલ્મ ‘જુડવા 2’, ‘હાઉસફુલ 2’, ‘બાગી 2’ તથા ‘મિસિસ સિરિયલ કિલર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. જેકલીન છેલ્લે ‘ભૂત પોલીસ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, અર્જુન કપૂર તથા યામી ગૌતમ હતા.સુકેશ ચંદ્રશેખર કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. કહેવાય છે કે તેણે લેવિશ લાઈફસ્ટાઈલ જીવવા માટે 17 વર્ષની વયથી જ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું હતું. બેંગલુરુમાં ઠગાઈ કર્યા પછી તેણે ચેન્નઈ અને બીજાં શહેરોમાં પણ લોકોને નિશાન બનાવ્યા. તેના નિશાન પર ટોચના રાજનેતાઓ, બિઝનેસમેનથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઝ રહ્યા છે. સુકેશ હાઈ-પ્રોફાઈલ લોકોને ફોન કરીને ખુદને મોટો સરકારી અધિકારી ગણાવતો હતો.

સુકેશે જેકલિને નવ-નવ લાખની ચાર પર્શિયન બિલાડી ગિફ્ટમાં આપી હતી.

2007માં તેણે ખુદને મોટો સરકારી અધિકારી ગણાવીને બેંગલુરુ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરાવવાના બદલામાં 100થી વધુ લોકોની સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે સુકેશની ધરપકડ પણ થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી સુકેશે ફરી લોકોને ઠગવાનું કામ ચાલુ રાખ્યું. સુકેશ પર 30થી વધુ કેસો નોંધાયેલા છે. કહેવાય છે કે તામિલનાડુમાં તે ખુદને પૂર્વ મુખ્યમંત્રીનો પુત્ર ગણાવતો હતો. તે ખુદને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીનો ભત્રીજો ગણાવીને પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે.2010માં સુકેશની મોડલ અને એક્ટ્રેસ લીના પૉલ સાથે મુલાકાત થઈ. લીના ફિલ્મ મદ્રાસ કાફેમાં કામ કરી ચૂકી છે. બંનેની દોસ્તી ધીમે ધીમે વધતી ગઈ અને બંને સાથે રહેવા લાગ્યાં. અહીંથી સુકેશની બોલિવૂડમાં એન્ટ્રી થઈ. હવે લોકોને ઠગવામાં લીના પણ સુકેશનો સાથ આપવામાં લાગી. 2015માં બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી પણ બોલિવૂડની અનેક એક્ટ્રેસ સાથે સુકેશના અફેરની ચર્ચાઓ ચાલતી રહી.

EDની કાર્યવાહી …! કાર્યવાહી

2015માં સુકેશ અને લીના મુંબઈ આવી ગયાં. અહીં પર નકલી સ્કીમના આધારે 450થી વધુ લોકો પાસેથી 19.5 કરોડ રૂપિયાની ઠગાઈ કરી. એ પછી CBIએ બંને વિરુદ્ધ કેસ નોંધાવ્યો. એ પછી પણ સુકેશે ઠગાઈનો ખેલ ચાલુ રાખ્યો. તે ખુદને લૉ અને હોમ મિનિસ્ટ્રીનો અધિકારી ગણાવીને ઠગાઈ કરતો રહ્યો.તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્નીઓ સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો.

EDની કાર્યવાહી …! કાર્યવાહી

તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેમણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી છે.EDના અનુસાર, સુકેશ અને જેકલીન વચ્ચે જાન્યુઆરી 2021માં વાતચીત શરૂ થઈ. તિહાડ જેલમાં કેદ હોવા છતાં પણ સુકેશ ફોન પર જેકલીન સાથે વાત કરતો હતો. EDએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે જેકલીન ફર્નાન્ડિઝને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ્સ આપી હતી.

EDની કાર્યવાહી …! કાર્યવાહી

Read About Weather here

સુકેશે એવો પણ દાવો કર્યો છે કે તે જેકલીન સાથે રિલેશનમાં રહ્યો છે.સૂત્રોના અનુસાર, સુકેશે જેકલીન ઉપરાંત એક્ટ્રેસ નોરા ફતેહીને પણ અનેક મોંઘી ગિફ્ટ મોકલી હતી. આ કારણથી નોરાની પણ EDએ પૂછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાય છે કે નોરાને સુકેશે લગભગ એક કરોડ રૂપિયાની BMW અને એક આઈફોન ગિફ્ટ આપ્યો હતો. નોરાની 14 ઓક્ટોબરે EDએ પૂછપરછ કરી હતી. ચેન્નઈમાં થયેલી આ ઈવેન્ટમાં તેણે સુકેશની પત્ની અને એક્ટ્રેસ લીના પૉલને બોલાવી હતી.પૂછપરછમાં નોરાએ કહ્યું કે વર્ષ 2020માં તે એક ઈવેન્ટમાં ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here