DSP દંડો લઈને દોડ્યા…!

DSP દંડો લઈને દોડ્યા…!
DSP દંડો લઈને દોડ્યા…!
પાડોશી રિટાયર્ડ બેન્ક અધિકારી ભાગવા લાગ્યા તો DSP દંડો લઈને દોડ્યા હતા. વિવાદ DSPની કાર પર ધૂળ અને ઘરમાં કચરો ફેંકવાને લઈને થયો હતો. ઘટના પછી DSPએ મારપીટની ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મધ્યપ્રદેશના ઈન્દોરમાં લોકાયુક્તના DSPએ પોતાના પાડોશી એવા રિટાયર્ડ બેન્ક અધિકારી સાથે મારામારી કરી હતી. તેઓ ટુવાલ પહેરીને ઘરની બહાર આવ્યા હતા અને પાડોશીને લાફા મારવા લાગ્યા હતા. બંને તરફથી મારામારી થવા લાગી હતી.

રવિવારે કનાડિયા ક્ષેત્રની લક્ષ્ય વિહાર કોલોનીમાં આ ઘટના બની હતી. આ વીડિયો સોમવારે બહાર આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ઉજ્જૈનમાં ફરજ બજાવતા લોકાયુક્ત DSP વેદાંત શર્મા પરિવારની સાથે ઈન્દોરમાં રહે છે.

પાડોશમાં રહેતા સંદીપ વિજના મકાનમાં કામ ચાલી રહ્યું છે. તેના કારણે ધૂળ DSPની કાર અને ઘર પર પડી રહી હતી. વિજ રિટાયર્ડ બેન્ક અધિકારી છે.DSPએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે લગભગ 6 મહિનાથી સંદિપના ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.

તેમના ત્યાંથી ધૂળ ઊડીને ઘરની બહાર પાર્ક કરાયેલી કાર પર પડે છે. વેદાંત શર્માએ જણાવ્યું કે ઘરના કમ્પાઉન્ડમાં ઘણી વખત કચરો નાંખવામાં આવે છે. સંદીપ વિજને, જ્યારે તે તેના માટે સમજાવવા પહોંચ્યા તો તેમણે મારામારી શરૂ કરી હતી.

પોલીસે DSP વેદાંત શર્માની ફરિયાદ પર સંદીપની સામે કેસ નોંધ્યો છે. માંફી માંગવા દરમિયાન DSP વેદાંત શર્માએ તેમની સાથે મારામારી કરી હતી અને તેમને ડંડ્ડો લઈને મારવા ગયા હતા. તેમણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો છે.

Read About Weather here

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી રિટાયર્ડ થયેલા આસિસ્ટન્ટ જનરલ મેનેજર સંદીપ વિજનું કહેવું છે કે હું અમદાવાદ રહું છું. DSP વેદાંત શર્માને થોડી મુશ્કેલી હતી, આ કારણે તે ભોપાલ આવ્યા હતા. અહીં આવ્યા પછી તે તેમની માંફી માંગવા ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here