CM ની સરપ્રાઇઝ વિઝિટ…!

CM ની સરપ્રાઇઝ વિઝિટ...!
CM ની સરપ્રાઇઝ વિઝિટ...!
CMને પોતાના વિસ્તારમાં જોઇને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે સવારે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગર ઝુપડપટ્ટીની ઓચિંતી મુલાકાત લીધી હતી. તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો.વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી આજે સવારે 9:30 વાગ્યે અચાનક જ એકતાનગરની મુલાકાતે પહોંચી ગયા હતા. આમ CMને પોતાના વિસ્તારમાં આવેલા જોઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધ મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની મુશ્કેલી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેમની મુશ્કેલીઓ દૂર કરવાની હૈયાધારણા આપી હતી.એક વૃદ્ધ મહિલા અને સ્થાનિકોએ CMને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ તમે ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો.

Read About Weather here

તમે CM છો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો. પણ અમારી સમસ્યાનું નિવારણ તમે લાવી આપો. પાણી અને ગટરની સમસ્યા દૂર કરી આપો.બીજી તરફ રાજકીય અગ્રણીઓને મુખ્યમંત્રીની એકતાનગરની મુલાકાત અંગે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાથી નીકળ્યા બાદ CM વાઘોડિયાના સુખલીપુરા ગામમાં પહોંચ્યા હતા અને ત્યાંના લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને ત્યાંથી વડોદરા આવીને હરણી વિમાની મથકે પહોંચ્યા હતા અને ત્યાંથી યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજરી આપવા માટે લખનઉ જવા રવાના થયા હતા.આમ CM(કોમન મેનની જેમ) આજે કોઇને જાણ કર્યા વિના જ વડોદરાના એકતાનગરમાં પહોંચી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશી જવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here