CM આજે રોડ-શો કરશે…!

CM આજે રોડ-શો કરશે...!
CM આજે રોડ-શો કરશે...!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૌશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો-ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં

Visit Saurashtra Kranti Homepage here

આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચી ગયાં છે. તેમણે ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો–અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-2022 સંદર્ભે બેઠકો શરૂ કરી છે.

મુખ્યમંત્રી આ બેઠક દરમિયાન સૌ ઉપસ્થિતોને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતગાર પણ કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ રોડ શો ના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી

દિવસની શરુઆત કરી હતી.તેમણે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડના MD અને CEO કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી.મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.

ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી.મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી અને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો.

વાયબ્રન્ટ સમિટના પ્રચાર માટે અધિકારીઓ વિવિધ દેશોનો પ્રવાસ કરીને રોડ શો યોજશે, વિવિધ મંત્રીઓ મુંબઇ, લખનઉ, હૈદરાબાદ, ચેન્નઇ અને બેંગલોર ખાતે રોડ શો યોજાશે. મુખ્યમંત્રી સમિટના પ્રમોશન માટે 8 અને 9 ડિસેમ્બરે દુબઇ અને અબુધાબી જશે.

ગુજરાતમાં મૂડીરોકાણના નવા ક્ષેત્રો અને સંભાવનાની જાણકારી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ અને અગ્રણી વેપારીઓ સાથે પણ વન-ટુ-વન બેઠક યોજશે.

10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કર્ટેન રેઇઝર ઇવેન્ટમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી જોડાશે.મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ આજે સાંજે મળશે અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2022 વિષયક પ્રસ્તુતિ કરશે.

આ બેઠકોમાં મુખ્યમંત્રીની સાથે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા

Read About Weather here

તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. મુખ્યમંત્રી દિલ્હી ખાતેની આ બેઠકોમાં ભાગ લઇ રાત્રે ગાંધીનગર પરત ફરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here