CBI ના રાજકોટમાં દરોડા…!

CBI ના રાજકોટમાં દરોડા...!
CBI ના રાજકોટમાં દરોડા...!
મળતી માહિતી મુજબ સીબીઆઇએ ડાયરેકટરો અને પાર્ટનરો અશ્વિન બી. તળાવીયા, કિશોરભાઇ એચ.વૈષ્ણવી, રામજીભાઇ એચ. ગજેરા, કલ્પેશ પ્રવિણભાઇ તળાવીયા, ભાવેશ એમ. તળાવીયા, કેટલાક અજાણ્યા લોકો સામે કેસ નોંધાવ્યો હોવાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

યુનિયન બેંકને રૂ.૪૪.૬૪ કરોડ રૃપિયાનો ચુનો લગાવવા બદલ સીબીઆઇએ ઉપલેટા સ્થિત કંપની મનદીપ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડાયરેકટર અને પાર્ટનરો સામે કેસ નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સીબીઆઇના પ્રવકતા આર.સી.જોશીએ આજે જણાવ્યું હતું કે, ર૦૧૪ થી ર૦ર૦ના ગાળામાં આરોપીઓએ ષડયંત્ર રચી યુનિયન બેંક પાસે વિવિધ પ્રકારની ક્રેડીટ સુવિધાઓ મેળવી એટલું જ નહીં કેસ ક્રેડીટ, ટર્મ લોન મેળવી રૂ.૪૭.૩૦ કરોડ રૃપિયાની ગોલમાલ કરી હતી.

પ્રવકતાએ જણાવ્યું હતું કે ૧પ જાન્યુઆરી ર૦ર૦ના રોજ ખાતુ  એનપીએ જાહેર કરવામાં આવ્યું હતુ, જેના કારણે બેંકને રૂ.૪૪.૬૪ કરોડનું નુકસાન થવા પામ્યુ હતુ. જેમાં કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો

Read About Weather here

અને ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી.કેસ નોંધ્યા બાદ સીબીઆઇએ રાજકોટ અને ઉપલેટામાં આરોપીઓના ૭ જેટલા રહેણાંક અને કચેરીઓ ખાતે દરોડા પાડયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here