9,713 કરોડ રૂપિયાનું દાન…!

9,713 કરોડ રૂપિયાનું દાન...!
9,713 કરોડ રૂપિયાનું દાન...!

એડેલગિવ હુરુન ઇન્ડિયા ફિલૈથ્રોપી લિસ્ટ ૨૦૨૧ મુજબ મહામારીથી પ્રભાવિત વર્ષ દરમિયાન અઝીમ પ્રેમજીએ પોતાના દાનમાં આશરે ૨૫ ટકાનો વધારો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

IT કંપની વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીએ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૯,૭૧૩ કરોડ રૂપિયા એટલે કે ૨૭ કરોડ રુપિયા પ્રતિ દિવસ દાન કર્યા છે. આ સાથે જ તેઓ પરમાર્થ કાર્ય કરનારા ભારતીયોમાં સૌથી ટોચના સ્થાને યથાવત રહ્યા છે.

આ લિસ્ટમાં અઝીમ પ્રેમજી પછી એચસીએલના શિવ નાડર બીજા સ્થાને છે. તેમણે પરમાર્થ કાર્યો માટે ૧,૨૬૩ કરોડ રુપિયા દાન કર્યા છે. એવામાં એશિયાના સૌથી ધનિક વ્યકિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની વાત કરીએ તો તેમણે ૨૦૨૦-૨૧માં પરમાર્થ કામ માટે ૫૭૭ કરોડ રુપિયા દાન પેટે આપ્યા છે. તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

આ યાદી મુજબ, કુમાર મંગલમ બિરલાએ ૩૭૭ કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. તેઓ આ યાદીમાં ચોથા ક્રમે છે. જયારે દેશના બીજા સૌથી ધનિક વ્યકિત અને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ રાહત કાર્યો માટે ૧૩૦ કરોડ રુપિયા દાન કર્યા છે. ગૌતમ અદાણી આ યાદીમાં આઠમા ક્રમે છે.

Read About Weather here

આ સિવાય આ યાદીમાં ટોપ ૧૦ દાનવીરોમાં હિંદુજા પરિવાર, બજાજ પરિવાર, અનિલ અગ્રવાલ અને બર્મન પરિવાર સામેલ છે. ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નંદન નીલેકણીની રેન્કિંગમાં સુધારો આવ્યો છે. તેઓ આ યાદીમાં પાંચમાં ક્રમે છે.નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં નંદન નીલેકણીએ ૧૮૩ કરોડ રૂપિયા દાન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here