84.71 કરોડની શહેરી સડક યોજના મંજૂરી કરતા મુખ્યમંત્રી

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

સુરત મહાનગરનાં રસ્તાને નવા રૂપરંગ
સુરતવાસીઓને ભુપેન્દ્ર પટેલની દિવાળી પર અનોખી ભેટ

દિવાળી પર્વ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતવાસીઓને અનોખી ભેટ આપી છે. શહેરી વિકાસ યોજનામાંથી સડક યોજનાના કામ માટે રૂ. 84.71 કરોડ મંજૂર કરીને મુખ્યમંત્રીએ સુરતનાં નાગરિકોની દિવાળી સુધારી છે.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગરપાલિકા દ્વારા રસ્તાને રીકાર્પેટ કરવા, પહોળા બનાવવા અને સીસી રોડ બનાવવા સહિતનાં 302 કામો માટે આ રકમ વાપરવામાં આવશે.

સુરત મનપા ની સ્થાઈ સમિતિની દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂર કરી દીધી છે. એટલે હવે મહાનગરનાં રસ્તા નવા રંગરૂપ ધારણ કરશે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ અન્ય ત્રણ નગરો

વઢવાણ, વલ્લભીપુર અને લુણાવાણા માટે પણ રૂ. 35 કરોડની પીવાના પાણીની યોજનાઓને સ્વૈધાંતિક મંજૂરી આપી છે.સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ધોળીધજા

ડેમમાંથી પાણીની પાઈપલાઈન માટે રૂ. 24.99 કરોડનાં કામોને મુખ્યમંત્રીએ મંજુર કરી દિપાવલી ભેટ આપી છે. આ ઉપરાંત વઢવાણમાં ડેમથી લઈને હવામહેલ વોટર વર્કસ સુધી 8650 મીટર પાઈપલાઈનની કામગીરી તેમજ 30 વર્ષ જૂની હયાત પ્રેસર પાઈપલાઈન બદલવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read About Weather here

મુખ્યમંત્રીએ વલ્લભીપુરની પાણી યોજના માટે રૂ. 1.34 કરોડનાં કામોની મંજૂરી આપી છે. પંચમહાલનાં લુણાવાડા નગર માટે નલ સે જલ યોજના અંતર્ગત રૂ. 8.62 કરોડનાં કામોને ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી દીધી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here