8 સ્થળોએ દબાણ દૂર કરી અંદાજે 14.50 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

8 સ્થળોએ દબાણ દૂર કરી અંદાજે 14.50 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ
8 સ્થળોએ દબાણ દૂર કરી અંદાજે 14.50 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

વોર્ડ નં.3,7,13,17 ના વિવિધ સ્થળો પર તુટી પડતી ટાઉન પ્લાનીંગ શાખા
ધાર્મીક દબાણ દૂર કરતા રહીશો દ્વારા વિરોધ
રસ્તાને નડતરરૂપ ધાર્મિક દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો તેમજ ઈમારતની અગાસી ઉપર કરવામાં આવેલ વધારાનું અનઅધિકૃત બાંધકામ દૂર કરાયું

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.3,7,13,17 ના વિવિધ સ્થળ પર થયેલ દબાણ દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

જે અન્વયે નીચેની વિગતે 8 સ્થળોએ થયેલ દબાણ દૂર કરી અંદાજે રૂ.14.50 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જો વધુ વિગત જોઇએ તો મનપા દ્વારા ટી.પી.-19 રાજકોટ, એફ.પી.4/બી, ગાર્ડનના હેતુથી, રેલનગર મેઈન રોડ ઓટા પ્રકારના મકાનોને લાગુ દબાણ દૂર કરાયા,

ટી.પી.સ્કીમ-19 રાજકોટ, એફ.પી.8/એ, સોશિયલ ઇન્ફ્રા હેતુ, આસ્થા ચોક પાસે, રામેશ્વરની બાજુમાં ધાર્મીક દબાણ તથા ઓટા પ્રકારના દબાણ તેમજ ટી.પી.-19 રાજકોટ રસ્તા પૈકીની જગ્યા,

સંતોષીનગર ફાટક પાસે રસ્તાને નડતરરૂપ ધાર્મીક દબાણ, લક્ષ્મીનગર આર.યુ.બી અન્ડર બ્રીજનાના એપ્રોચ પાસે, અન્ડર બ્રીજનાના એપ્રોચને નડતરરૂપ ધાર્મીક દબાણ, નવલનગર-3 ના છેડે દ્વારકેશ પાર્ક પાસે માર્જીનની જગ્યામાં

નડતરરૂપ દબાણ દૂર કરી માર્જીન-પાર્કીંગ ખુલ્લું કરાવેલ, હરિધવા માર્ગ પર પટેલ ચોક પાસે રામેશ્વર શેરી નં.2 ગેરકાયદેસર દીવાલ દૂર કરાઇ તેમજ ભવાનીનગર

શેરી નં.4 માર્જીનમાં થયેલ વધારાનું બાંધકામ દૂર કરાવેલ અને ભારત હોઝીયરી, ધર્મેન્દ્ર રોડ પર ઈમારતની અગાસી ઉપર કરવામાં આવેલ વધારાનું અનઅધિકૃત બાંધકામ દૂર કરાવામાં આવ્યું હતું.

આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનિંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસિ. ટાઉન પ્લાનર પી. ડી. અઢીયા, આસિ. એન્જિનિયર ઋષિ ચૌહાણ, ઋષિકેશ ડાંગર, જયદીપ ચૌધરી,

એડીશ્નલ આસિ. એન્જિનિયર, અજીત પરમાર તથા પરાગ ટાંક, હેડ સર્વેયર નીરવ વાણિયા તથા વર્ક આસી. નીલકંઠરુદ્ર ચાવડા, અમિત પરમાર સ્થળ પર હાજર રહ્યા હતા.

Read About Weather here

આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનની જગ્યા રોકાણ શાખાના ઇન્સ્પેક્ટરઓ, રોશની, ફાયરબ્રિગેડ, તેમના સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહેલ. આ ડિમોલિશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાના અધિકારી સહ તમામ સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here