7.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા…!

ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ
ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપનું કેન્દ્ર ફિલિપાઈન્સથી 14 કિલોમીટર દક્ષિણ-પૂર્વ ડોલોરેસમાં હતો. ફિલિપાઈન્સમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. મનીલામાં 300 કિલોમીટરથી વધુ દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વેનું કહેવું છે કે, ભૂકંપના કેન્દ્રમાં આવેલી ઈમારતોની બારીઓ તૂટી ગઈ હતી. જોકે અત્યાર સુધીમાં ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ભૂકંપ બાદ સુનામીની પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, લુઝોનના મુખ્ય ટાપુ પર પર્વતીય અને ઓછી વસ્તીવાળા પ્રાંત અબ્રામાં સવારે 8:43 વાગ્યે (0043 GMT) આંચકા અનુભવાયા હતા. શરૂઆતમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 માપવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ તેની તીવ્રતા 7.1 હતી.

Read About Weather here

ભૂકંપના આંચકા મેટ્રો મનીલા, બુલાકન અને ઓરિએન્ટલ મિંડોરો પ્રાંતમાં પણ અનુભવાયા હતા. જોકે અત્યાર સુધીમાં કોઈ નુકશાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તમને જણાવી દઈએ કે, ફિલિપાઈન્સમાં થોડા મહિનામાં જ ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. 22 મેના રોજ રાત્રે 9:50 વાગ્યે (સ્થાનિક સમય) ફિલિપાઈન્સના બુંગાહાનમાં રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here