7 વર્ષથી અલગ રહેતી પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું

7 વર્ષથી અલગ રહેતી પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું
7 વર્ષથી અલગ રહેતી પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું
16 વર્ષના લગ્નજીવનમાં 7 વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી. સુરતના કતારગામમાં 21 દિવસ પહેલાં મધરાત્રે વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની પર બાળકોની સામે ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારના 21 દિવસ બાદ મહિલાનું મોત નીપજતાં પતિ પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બેવાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું બનેવીએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

પતિ કર્ણાટકનો રહેવાસી અને ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હતો.બાદમાં બિહાર પોલીસે ઝડપી લેતા હાલ બિહારની જેલમાં છે. જ્યાંથી તેને લાવવામાં આવશે.બી. ડી. ગોહિલ (પીઆઇ કતારગામ) એ જણાવ્યું હતું કે, હા, આરોપીને બિહાર પોલીસે ઝડપી પાડી જેલમાં મોકલી આપ્યો હતો. આપણે ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવાના તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યના આરોપી એટલે કે, જેલમાં હોય એવા આરોપીઓનો કબજો મેળવવા જેલ IGની પરવાનગી લેવી પડતી હોય છે.

લગભગ ધુળેટી બાદ આરોપીનો કબ્જો લઈ સુરત લાવીશું અને આગળની કાર્યવાહી કરીશું.પ્રવીણ પ્રજાપતિ(બનેવી)એ જણાવ્યું હતું કે, ટીનાએ 16 વર્ષ પહેલાં અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમીલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશનાં બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી.

Read About Weather here

આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો નિર્ણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી. લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે બહેન-બનેવી મદદ કરે તેની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું બનેવીએ વધુમાં જણાવ્યું હતું. કોર્ટમાંથી ભરણપોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલાં છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here