60 વર્ષની વ્યકિતએ 14 મહિલાઓ સાથે કર્યા લગ્ન…!

60 વર્ષની વ્યકિતએ 14 મહિલાઓ સાથે કર્યા લગ્ન...!
60 વર્ષની વ્યકિતએ 14 મહિલાઓ સાથે કર્યા લગ્ન...!
આરોપ છે કે ઓરિસ્સાના કેન્દ્રપાડા જીલ્લાના પટકરા પોલિસ સ્ટેશનની હદમાં આવતા એક ગામના રહીશ આ વ્યકિતએ પત્નિઓને છોડીને ભાગતા પહેલા તે મહિલાઓ પાસેથી પૈસા પણ લીધા હતા. જો કે ગીરફતાર કરાયેલ આ વ્યકિતએ આરોપોનું ખંડન કર્યુ છે. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં પોલિસે એક ૬૦ વર્ષની વ્યકિતની ધરપકડ કરી છે જેના પર ૭ રાજયોમાં ૧૪ મહિલાઓ સાથે લગ્ન કરવાનો અને તેમની પાસેથી પૈસા લેવાનો આરોપ છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલિસ અનુસાર, ગિરફતાર વ્યકિતએ છેલ્લા ૪૮ વર્ષમાં દેશના સાત રાજયોની ચૌદ મહિલાઓ સાથે લગ્નો કર્યા છે.ભુવનેશ્વર પોલીસના નાયબ કમિશનર ઉમાશંકર દાસે જણાવ્યું કે આરોપીએ પહેલા લગ્ન ૧૯૮૨માં કર્યા હતા અને ૨૦૦૨માં બીજા લગ્ન. આ બંને લગ્નોથી તેને પાંચ બાળકો થયા હતા. દાસે જણાવ્યું કે ૨૦૦૨થી ૨૦૨૦ સુધીમાં તેણે વૈવાહિક વેબસાઇટોના માધ્યમથી અન્ય મહિલાઓ સાથે મિત્રતા કરી અને પહેલાની પત્નિઓને જણાવ્યા વગર અન્ય મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા.પોલિસ અનુસાર, તે છેલ્લી પત્નિ સાથે ભુવનેશ્વરમાં રહેતો હતો, જે દિલ્હીમાં એક શાળામાં શિક્ષિકા છે.

Read About Weather here

પોલિસનું કહેવું છે કે તેને ગમે તે રીતે તેના પાછલા લગ્નો બાબતે જાણ થતા તેણે પોલિસમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપી વ્યકિતની તેના ભાડાના મકાનમાંથી ધરપકડ કરી લેવાઇ છે.પોલિસ અનુસાર, આરોપી મધ્યમ વર્ગની સીંગલ મહિલાઓ ખાસ કરીને છૂટાછેડા લીધેલને પોતાનો શિકાર બનાવતો, જે વૈવાહિક વેબસાઇટો પર જીવનસાથી શોધતી હોય. ગિરફતાર વ્યકિતએ દિલ્હી, પંજાબ, આસામ, ઝારખંડ અને ઓરિસ્સા સહિત ૭ રાજયોમાં મહિલાઓને ઠગી છે. પોલિસે કહ્યું કે આ વ્યકિત પહેલા પણ હૈદ્રાબાદ અને અર્નાકુલમમાં બેરોજગાર યુવકો સાથે છેતરપીંડી અને લોનમાં છેતરપીંડી બાબતે બે વાર ઝડપાઇ ચૂકયો છે.આરોપી તેને છોડતા પહેલા તેની પાસેના નાણાં લઇ લેતો હતો. પોલીસને આરોપી પાસેથી ૧૧ એટીએસ કાર્ડ, ૪ આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજો મળ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here