60 વર્ષના મજૂરના સિતારા ફરી ચમક્યા…!

60 વર્ષના મજૂરના સિતારા ફરી ચમક્યા...!
60 વર્ષના મજૂરના સિતારા ફરી ચમક્યા...!
મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં આ મજૂરની લાઈફમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યો. થયું એવું કે કેરળના જાણીતા ફોટોગ્રાફરને એક કંપની માટે ફેશન ફોટોગ્રાફી કરવાનું અસાઈનમેન્ટ મળ્યું. કેરળના એક મજૂરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેનો સુપર ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે. ૬૦ વર્ષીય મજૂર દરરોજ છૂટક મજૂરી કરીને, રોજનું પેટિયું રળતો અને મેલાંદ્યેલાં કપડાં, અસ્તવ્યસ્ત દાઢી અને લગભગ ચીંથરેહાલ દેખાવમાં ફરતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે એક ફોટોગ્રાફરે તેને મોડેલની માફક રજૂ કર્યો છે. મમ્મિક્કાનામના આ મજૂરનું ટેલેન્ટ એક ફોટોગ્રાફરે જાણ્યું અને પોતાના એક પ્રોજેકટ માટે તેની પસંદગી કરી.તેને થયું કે રૂટિન ફોટોગ્રાફી કરવા કરતાં આ વખતે કંઇક હટકે કરીએ. તેમાં તેની નજર આ શ્રમિક પર પડી. જેમાં એને એક પોટેન્શિયલ મોડેલ દેખાયો. ફોટોગ્રાફરે વિચાર્યું કે આ શ્રમિકનો મેકઓવર કરીને ફોટોગ્રાફી કરીએ તો તેના વાયરલ થવાના ચાન્સિસ છે.કેરળના આ શ્રમિકને મનાવીને તેની કાયાપલટ કરવાનું શરૂ કર્યું. આ શ્રમિકને બરાબર નવડાવી-ધોવડાવીને તેના વાળ-દાઢીને મસ્ત સ્ટાઇલમાં કટ કરવામાં આવ્યા.

હેર અને સ્કિન પર પણ ટ્રીટમેન્ટ કરાઈ. તેનું માપ લઇને જે કંપનીનું પ્રમોશન કરવાનું હતું તેનાં સૂટ સીવડાવવામાં આવ્યા. તેમજ ટ્રેન્ડી ગોગલ્સ, પગમાં ચકાચક શૂઝ અને હાથમાં આઇપેડ વગેરે પકડાવીને અલગ અલગ પોઝમાં ફોટોગ્રાફી કરવામાં આવી.કોઈ સાઉથ ઇન્ડિયન હીરોની એન્ટ્રી પડતી હોય અને તે મોટી ડીલ સાઇન કરવા જઈ રહ્યો હોય તે રીતે સ્લો મોશનમાં તેની વોકના વીડિયો શૂટ કરવામાં આવ્યા.

Read About Weather here

આ શ્રમિકની હીરો સ્ટાઇલ વાઇરલ થઈ ગઈ. સાથે તે કંપનીને પણ જોઇતી પબ્લિસિટી મળી ગઈ. હવે આ શ્રમિક પણ ભારે આનંદમાં છે. એ ખુશખુશાલ ચહેરે પોતાની મલયાલમ ભાષામાં સૌને કહેતો ફરે છે કે, આવી મોડેલિંગની ઓફર્સ મળે તો આપણે આ જ લાઇન પકડી લેવી છે!તેનું સોશિયલ મીડિયા પેજ પણ ક્રિએટ કરવામાં આવ્યું અને તેમાં આ શ્રમિકના મેકઓવરના વીડિયો પણ શઙ્ખર કરવામાં આવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here