6 વર્ષ પૂર્ણ હશે તો જ ધો.1 માં પ્રવેશ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત આરટીઈ રૂલ્સ-2012 માં મહત્વપૂર્ણ સુધારો
ચાલુ વર્ષે 2022-23 માં છેલ્લી વખત 5 વર્ષની વયે પ્રવેશ અપાશે, 2023-24 થી નવા સુધારાની અમલવારી

અત્યાર સુધી 5 વર્ષની વયના બાળકને ધો.1માં પ્રવેશ આપવામાં આવતો હતો, પણ હવે તેમાં રાઈટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત સુધારો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે આવતા વર્ષે 2023-24 થી છ વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ ધો.1 માં પ્રવેશ આપવામાં આવશે. આ સુધારાથી અવગત કરવા ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ શહેર-જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલીને સૂચના આપી દેવામાં આવી છે. સંયુકત શિક્ષણ નિયામકે વર્ષ 2020 નું જાહેરનામું ટાંકીને જણાવ્યું છે કે, આર.ટી.ઈ. એકટ-2009 અન્વયે ગુજરાત આ.ટી.ઈ. રૂલ્સ-2012 સમગ્ર રાજયમાં અમલ છે.

Visit Saurashtra Kranti Homepage here

શિક્ષણ વિભાગના જાહેરનામા દ્વારા તેના નિયમ ક્રમાંક: 3 (1) માં ફેરફાર કરવામાં આવેલ છે. જે પ્રમાણે શૈક્ષણિક વર્ષના 1 જુનના રોજ જે બાળકની ઉંમરનું 6ઠું વર્ષ પુરૂ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જો કે, અગાઉ શૈક્ષણિક વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 દરમિયાન કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 લી જૂને 5 વર્ષની વય પૂર્ણ કરેલા હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે. સુધારા બાબતનું શિક્ષણ વિભાગનું નોટિફિકેશન અગાઉ મોકલી આપવામાં આવશે. જે મુજબની જાણ તમામ પ્રાથમિક શાળાઓમાં કરવા જણાવવામાં આવેલ છે.

પરંતુ ઘણા વાલીઓ દ્વારા આ બાબતે ગાંધીનગર કચેરી ખાતે રજૂઆત કરેલ કરેલ હોઈ પ્રચાર-પ્રસાર જિલ્લા કક્ષાએ યોગ્ય રીતે થયેલ હોઇ તેમ જણાઈ આવતું નથી. આથી, પુન: જણાવવામાં આવે છે કે વયમર્યાદાના સુધારાની જાણ તમામ પ્રાથમિક શાળાઓમાં સત્વરે કરવાની રહેશે. વાલીઓને પણ સલાહ આપવાની રહેશે કે, જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો, શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ-1 માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં 1 જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થયેલ હોય, જો કોઈ શાળાઓ દ્વારા જાહેરનામાને ધ્યાને લીધા સિવાય પ્રવેશ આપશે અને શૈક્ષણિક વર્ષ 2023-24માં જે તે વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ધોરણ-1 માં પ્રવેશ મેળવવા કાર્યવાહી કરે ત્યારે તે બાળકની વય 1 જૂનનાં રોજ 6 વર્ષથી ઓછી હશે તો પ્રવેશ મળી શકશે નહી. જે તે વિદ્યાર્થીને પુન: 1 વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે.

Read About Weather here

આથી, વાલી અને શાળા તેમજ કચેરી સાથે સંઘર્ષનું વાતાવરણ ઉભું થશે. ટૂંકમાં , શૈક્ષણિક 2023-24 થી 1 જુનનાં રોજ જે બાળકનો ઉંમરનું ડહું વર્ષ પુરૂ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે નહીં. આથી જાહેરનામાથી તમામ પ્રાથમિક શાળઓ માહિતગાર થાય તે મુજબની કાર્યવાહી કરવા અગાઉ સૂચના આપવામાં આ આવી હતી. પણ તેમ છતાં પુન: કાર્યવાહી કરવા સૂચના આપવી પડી તેમ શિક્ષણ નિયામક દ્વારા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here