જામનગરમાં ૧૯૬૨ થી શંકર ટેકરી ઉદ્યોગનગરમાં શિવલાલ કનખરા એ બ્રાસપાર્ટ નું એકમ સ્થાપ્યું હતું અને પિતળની પેનના પાર્ટ બનાવવાની શરૂઆત કરી હતી. આજની આધુનિક સદીમાં કોમ્પ્યુટર લેપટોપ અને ટેબલેટ ઉપરાંત મોબાઇલ લેખનકાર્ય ભુલાવી દીધું છે ત્યારે પણ અનેક એવા લોકો છે કે જે લેખનકાર્ય ના શોખીન છે અને કેટલાક પ્રોફેશનલી વર્કથી જોડાયેલા છે. ત્યારે જામનગરમાં સાડા પાંચ હજાર થી અઢી લાખની અવનવી ફાઉન્ટન પેન બનાવવામાં આવે છે.ત્યારબાદ શિવલાલ કનખરા ના પરિવારના તેમના પુત્રો ભરતભાઈ અને બિપિનભાઈએ આ વ્યવસાયને આગળ વધારી હતી.
Visit Saurashtra Kranti Homepage here
અને બાપદાદાના પેન ના પાર્ટ વ્યવસાયને આગળ વધારતા ત્રીજી પેઢીએ આખી પેન બનાવવાની શરૂઆત કરી છે.જામનગરના ભાનુશાળી પરિવારના શિવલાલ કનખરા ના વંશજો હિરેનભાઈ કનખરા, હાર્દિકભાઈ કનખરા, કળણાલભાઈ કનખરા અને ધરમભાઈ કનખરા દેશ-વિદેશમાં ફાઉન્ટન પેન બનાવી વેચાણ કરી રહ્યા છે.વર્ષ ૨૦૦૦માં સૌપ્રથમ લાકડામાંથી ફકત ૬૫ રૂપિયાની કિંમતની બોલપેન બનાવી હતી. ત્યારબાદ ત્રણ ચાર વર્ષની મહેનત બાદ એક્રેલિકની સારી ક્વોલિટીની આકર્ષક રોલર બોલપેન બનાવી એક્ઝિબિશનો કરી ભારતની બહાર જર્મની, હોંગકોંગ, દુબઈ અને અમેરિકા સહિતના અન્ય દેશોમાં આ પેનનું ભારતીય ચલણ મુજબ ૨૦૦ રૂપિયાની કિંમતે વેચાણ કર્યું હતું.વર્ષ ૨૦૦૦થી પેન બનાવવાની શરૂઆત કર્યા બાદ એક પછી એક સફળતા ના શિખરો તરફ ડગ માંડતા સપ્ટેમ્બર, ૨૦૧૩માં પોતાની બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું અને મેગનાકાર્ટા ની શરૂઆત કરી હતી.
૨૦૧૪થી પોતાની બ્રાન્ડ થી એક્સપોર્ટ કવોલિટી ની અલગ-અલગ વેરાઈટી વાળી ૬ ડિઝાઇન ની ફાઉન્ટેન પેન બનાવી હતી.પેન ની દુનિયામાં ઉતરોતર અવનવી ડિઝાઈન અને માર્કેટ મુજબ લોકોની જરૂરિયાતા પ્રમાણે ખાસ માર્કેટ કરતાં અલગ જ પેન બનાવવાની શરૂઆત કરી હાલમાં સાડા પાંચ હજારથી માંડી અઢી લાખ સુધીની જુદી – જુદી ૪૦વેરાયટીઓ ની ફાઉન્ટન પેન બનાવી રહ્યા છે.જામનગરના આ પેન ના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના હિરેનભાઈ એ અમારા પ્રતિનિધિ કિંજલ કારસરીયાને જણાવ્યા મુજબ તેમના દ્વારા બનાવવામાં આવતી ફાઉન્ટન પેન માં મુખ્યત્વે ભગવાનના કળતિની કળતિઓ વાળી પેન લોકો વધુ પસંદ કરી રહ્યા છે. દુંદાળા દેવ ગણપતિ ઉપરાંત સાઇબાબા, શ્રીનાથજી, મારુતિ નંદન, તિરુપતિ બાલાજી સહિતના ભગવાન ની કળતિ વાળી પેનો બનાવવામાં આવે છે. જેની કિંમત ૪૧,૦૦૦ (એકતાલીસ હજાર) થી માંડીને ૯૯,૦૦૦ (નવાણું હજાર) હોય છે.જામનગર થી સમુદ્ર પાર ૨૬થી વધુ દેશોમાં ફાઉન્ટન પેન એક્સપોર્ટ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ જામનગર થી અઢી લાખની કિંમતી અનોખી રામ મંદિરની પ્રતિકળતિ વાળી હનુમાન પેન બનાવવામાં આવી છે.
Read About Weather here
જેને ભારતભરમાં ૮૦ જેટલા લોકોએ ખરીદ કરી છે.અઢી લાખની કીમતી મોંઘેરી પેનની વિશેષતા એ છે કે, જર્મન સિલ્વર મટીરીયલ થી ખાસ રામ મંદિરના પ્રતિકળતિ ના સ્ટેન્ડ સાથે ઝીણવટ ભરી નકશીના શેપ આપી બનાવવામાં આવી છે. સાથે સાથે અયોધ્યામાં નિર્માણ પામનાર ૩૫૦ મીટરની ઊંચાઈ નિર્માણ પામનાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ની પ્રતિમા ની આબેહૂબ કળતિ સમક્ષ -પ્રણામ કરેલી મુદ્રામાં પેન સ્ટેન્ડ શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે. ભક્તિભાવ સાથે લોકોને આપવામાં આવતી હનુમાન પેનની સાથે ખાસ કોપરની રામ લખેલી માળા ચાંદીના પ્લેટિંગ સાથે આપવામાં આવે છે જે પણ એક આકર્ષણ છે.જામનગરના કનખરા પરિવારના પેન માર્ટના એકમથી શરૂઆત કરનાર ત્રીજી પેઢીએ જામનગરમાંથી જ મોંઘીદાટ ફાઉન્ટન પેન બનાવી માયાનગરી મુંબઈમાં પણ વિસ્તાર વધારી જુદા-જુદા દેશોમાં એક્ઝીબ્યુશન કરી વ્યવસાય વિકસાવ્યો છે. ત્યારે જામનગરમાં અલગ – અલગ ૯ મટીરીયલ ની ફાઉન્ટન પેન બનાવવામાં આવી રહી છે જેમાં મુખ્યત્વે પિત્તળ, એક્રેલિક, રેજીન, જર્મન સિલ્વર, ટાઇટેનિયમ, એબોનાઈટ, સેલ્યુલોસ એસીટેડ, કોપર અને લાકડામાંથી બનતી મોંઘીદાટ પેન લખવા વાળા ઉપરાંત ભેટ દેવાવાળા પણ પસંદ કરી રહ્યા છે. જેમાં તબીબો, વકીલો, લેખકો અને સંગ્રહકારો અહીથી પેન મંગાવી રહ્યા છે.આજના આધુનિક યુગમાં હજી પણ લેખન કાર્ય સાથે સંકળાયેલા શોખીનો સારી મોંઘીદાટ પેન પસંદ કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here