પૂજા પટેલે માત્ર 8 મિનિટમાં 182 આસનો કરી મંત્રમુગ્ધ કર્યાં

પૂજા પટેલે માત્ર 8 મિનિટમાં 182 આસનો કરી મંત્રમુગ્ધ કર્યાં
પૂજા પટેલે માત્ર 8 મિનિટમાં 182 આસનો કરી મંત્રમુગ્ધ કર્યાં
સિદ્ધપુર ખાતે સેવન હિલ્સ ફિટનેસ સેન્ટરના સૌજન્યથી બે દિવસીય યોગ સાધના અને મેડિટેશન શીખવવા સિદ્ધપુર ખાતે આવી પહોંચી હતી. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના એક નાનકડા ગામ અંબાલામાં જન્મેલી પૂજા પટેલે માત્ર નવ વર્ષની ઉંમરથી જ ખેડૂત પિતા દશરથભાઈના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિરૂપ યોગને જીવનની સાધના બનાવી 20 વર્ષની ઉંમર સુધીમાં અઢળક સર્ટિફિકેટ મેડલ અને ટ્રોફી પ્રાપ્ત કરી 5 વાર મિસ વર્લ્ડ યોગિની,18 વાર મિસ વર્લ્ડ ઇન્ડિયાનું બિરુદ પ્રાપ્ત કરી વિશ્વમાં ડંકો વગાડી ભારતનું ગૌરવ વધાર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

બંને દિવસ વહેલી સવારથી જ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા. મિસ વર્લ્ડ યોગિની પૂજા પટેલે સૌ પ્રથમ 2014 માં ચીનના શાંઘાઈ ખાતે 300 સ્પર્ધકો વચ્ચે પ્રથમ નંબર પ્રાપ્ત કરી મિસ વર્લ્ડ યોગિનીનું બિરુદ પ્રાપ્ત કરી લીધું હતું ત્યાર પછી પાછું વળીને જોયું નથી તેઓએ છ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે.2015માં સરદાર પટેલ એવોર્ડ, 2017 માં જમ્મુ-કાશ્મીર ખાતે ગોલ્ડ ગર્લ્સ એવોર્ડ,2020 માં નારી રત્ન એવોર્ડ,2021માં ગરવી ગુજરાત એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. આયોજક હિરેન મોઢ અને લતા મોઢે જણાવ્યું કે પુજા પટેલના યોગ અને સાધનાના કાર્યક્રમથી અમો ખૂબ જ પ્રભાવિત થયા છીએ. તેઓએ જણાવ્યું કે પુજા પટેલ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે તેણીએ કુલ 102 મેડલ, 121 ટ્રોફી અને 219 સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ છે તેમજ નવી પેઢીને યોગથી જ્ઞાત કરવા માટે કડી ખાતે યોગના ક્લાસ ચલાવવામાં આવે છે.

Read About Weather here

સિદ્ધપુર ખાતેના કાર્યક્રમમાં 8 મિનિટમાં 182 આસનો કરી સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા, તેનું લક્ષ આઠ મિનિટમાં 200 આસનો કરી નવી સિદ્ધિ હાંસલ કરવાનું છે ઉદ્ઘાટન સમારોહમાં પ્રાંત ઓફિસર ચરણસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, એન.એન. ઇન્ડસ્ટ્રીઝના માલિક રાજેન્દ્ર મોઢ અને ડો. અશોકભાઈ મોઢ, રોટરી ક્લબના પ્રમુખ રાજેશભાઈ માધુ, લાયન્સ ક્લબના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મનીષભાઈ આચાર્ય, વગેરે ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો. કૃપલ મોઢ, વિપીન પ્રજાપતિ તેમજ ધરતી મોઢ વગેરેએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.જીઆઇડીસીના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતે ટેલિફોનિક સંદેશા થકી શુભેચ્છાઓ પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here