51.33 લાખની રિકવરી, 18 મિલ્કતો સીલ, 40 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટિસ

51.33 લાખની રિકવરી, 18 મિલ્કતો સીલ, 40 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટિસ
51.33 લાખની રિકવરી, 18 મિલ્કતો સીલ, 40 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટિસ

વેરા-વસુલાત શાખા દ્વારા 1-નળ કનેક્શન કપાત તથા 18-મિલ્કતોને સીલ મારેલ તથા 40-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ
મનાપની વેરા વસુલાત શાખા દ્વારા કરાઇ કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા આજે વોર્ડ નં- 4માં મોરબી રોડ પર આવેલ 2-કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.26 લાખ રિકવરી. વોર્ડ નં- 5માં પેડક રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.80 લાખ રિકવરી, પેડક રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2.37 લાખ રિકવરી, ગોવિંદ બાગ માર્કેટ પાસે આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં- 7માં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલ હોસ્પિટલના યુનિટના બાકી માંગણા સામે રૂ. 74 હજાર રિકવરી, મણી કોમ્પલેક્ષમાં આવેલ તારા જવેલર્સ વાળી 3-કોમર્શીયલ મિલકતના બાકી માંગણા સામે હરરાજીની કાર્યવાહી કરતાં વેરાની સંપૂર્ણ રકમ રૂ. 22 લાખ ભરપાઈ કરેલ હોઇ, ઉક્ત મિલકતની સોમવાર હરરાજી મોકૂફ રાખેલ છે.

વોર્ડ નં- 12માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.13 લાખ રીકવરી. વોર્ડ નં- 13માં ગોંડલ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 50 હજાર રિકવરી. વોર્ડ નં- 14માં શ્રમજીવી સોસાયટીમાં બાકી માંગણા સામે નળ-કનેક્શન કપાત કરેલ છે. વોર્ડ નં- 17માં અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી 4-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.05 લાખ રીકવરી. વોર્ડ નં- 18માં કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ 3-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 9.37 લાખ રિકવરી, ઢેબર રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.85 લાખ રિકવરી કરવામાં આવી હતી.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here