50 ગાડીઓ એકબીજાને અથડાઈ : 3ના મોત હચમચાવી દે તેવો વીડિયો

50 ગાડીઓ એકબીજાને અથડાઈ : 3ના મોત હચમચાવી દે તેવો વીડિયો
50 ગાડીઓ એકબીજાને અથડાઈ : 3ના મોત હચમચાવી દે તેવો વીડિયો
પેંસિલવેનિયાના શુઈલકિલ કાઉન્ટીમાં હિમવર્ષાના કારણે એક પછી એક એક એમ 50 ગાડીઓ એકબીજાને અથડાઈ છે. અમેરિકાના પેંસિલવેનિયામાં હિમવર્ષાના એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.  આ એક્સિડન્ટમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ દુર્ઘટનાનો એક વીડિયો યુ-ટ્યૂબ ઉપર પણ શેર કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં જોઈ શકાય છે કે, એક પછી એક આવેલી કાર એકબીજાને અથડાઈ રહી છે. હિમવર્ષાના કારણે રસ્તાઓ પણ બરફથી જામી ગયા છે અને તેના કારણે ડ્રાઈવર તેમનું નિયંત્રણ ગુમાવી રહ્યા છે. ગાડીઓ અથડાયા પછી લોકો કારમાંથી બહાર નીકળતા પણ વીડિયોમાં દેખાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 50થી 60 વાહનો એકબીજાને અથડાયા હતા અને તેમાં કારની સાથે સાથે ટ્રક અને ટ્રેક્ટર ટ્રોલી પણ સામેલ હતા.

Read About Weather here

અમુક કાર એકબીજાને અથડાયા પછી ગાડીમાં આગ પણ લાગી છે. આ ઘટના સોમવાર સવારની અંદાજે 10 વાગ્યાની છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શુઈલકિલ કાઉન્ટીમાં આ મહિનાની આ મોટી બીજી દુર્ઘટના છે. સ્થાનિક પોલિસના જણાવ્યા પ્રમાણે વાતાવરણ ખરાબ હોવાથી આ સમયે અહીં ઝીરો વિઝિબિલિટી હોવાના કારણે આટલી મોટી દુર્ઘટના બની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here