50મી મેરેજ એનિવર્સરીએ ફરી પરણ્યાં…!

50મી મેરેજ એનિવર્સરીએ ફરી પરણ્યાં...!
50મી મેરેજ એનિવર્સરીએ ફરી પરણ્યાં...!
જુદીજુદી વિધિના પરફેક્ટ પોઝ આવી જાય એટલે વિધિ પુરી. લગ્નનું મહત્વ શું છે , હાલ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે લગ્નની વિધિઓ અને જુદા જુદા પ્રસંગો માત્ર ફોટોગ્રાફીને અનુરૂપ થઇ ગયા છે.  સપ્તપદી ના સાત વચનો નિભાવવા કેટલા જરૂરી છે વિગેરે વિગેરે નવી પેઢીને તો સમજાવાતું જ નથી ત્યારે આવા લગ્નો ઘણી વાર લાંબા ચાલતા પણ નથી કારણ નવયુગલોને લગ્નનું મહત્વ , જવાબદારી અને ગંભીરતાનો ખ્યાલજ હોતો નથી.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે અત્યારે આપણે અહીં વાત કરવી છે એવા નવયુગલની જે લગ્નના 50 વર્ષે પણ એટલુંજ ઉત્સાહી છે એકબીજા પ્રત્યે એવોજ પ્રેમ , એવી સમજણ કે 50 વર્ષે પણ એમના લગ્ન જુના થતાંજ નથી.વાત છે પાટડી તાલુકાના બજાણા ગામના રાજેશભાઈ ચતુરદાસ કોટકની જેઓના લગ્ન 50 વર્ષ પૂર્વે દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામના કપિલાબેન વ્રજલાલ ઠક્કર સાથે થયા હતા પરિવારમાં ત્રીજી પેઢી પણ પરણી ગઈ છે આમ છતાં બંનેનો પ્રેમ નવયુગલ જેવોજ તરોતાજા છે.

લગ્નની 50મી વર્ષગાંઠ નિમિત્તે આ લોકપ્રિય દંપતીને પરિવારે અનોખી ભેટ આપી.સાણંદના અતિથિ બંગલો ખાતે રહેતા તેમના પુત્રો હાર્દિકભાઈ અને ચકાભાઈએ વિચાર્યું કે મમ્મી -પપ્પાની 50મી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે 50 વર્ષ પૂર્વે બનેલો પરિણય પ્રસંગ રીક્રીએટ કરીએ અને થયું પણ એવુ જ શનિવારે આ 70 વટાવી ગયેલા યુગલના સગાઈથી લઈને લગ્ન સુધીના તમામ પ્રસન્ગો ધામધૂમથી યોજાયા.

Read About Weather here

50-50 વર્ષો એકસાથે વિતાવીને પાનખરને વસંતમાં ફેરવવાની કળા આ દંપતી પાસેથી નવપરિણીત યુગલોએ જરૂરથી શીખવી જોઈએ. આજકાલ માત્ર લગ્ન ફોટોગ્રા‌ફી પુરતું સીમિત બની ગયું હોય એમ કેમેરામાં જ કેદ થઇ રહી ગયું છે.જેમાં રીગ સેરેમની, કેક કટિંગ, ગરબા અને વરઘોડો અને છેલ્લે સપ્તપદીના ફેરા અને આ પ્રસન્ગના સાક્ષી બન્યા સગા સંબંધીઓ અને અતિથિ બંગલો સોસાયટીના રહીશો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here