42.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજ ખુલ્લો મુકાયો

42.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજ ખુલ્લો મુકાયો
42.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજ ખુલ્લો મુકાયો

લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું સી.ડી.એસ. બિપીન રાવત અન્ડરબ્રિજ નામકરણની જાહેરાત કરતા મુખ્યમંત્રી
રંગીલા રાજકોટને સૌ સાથે મળી, રંગીલા રાજકોટમાં હજુ વધારે નવા રંગો ઉમેરતા રહીએ: ભુપેન્દ્ર પટેલ
લક્ષ્મીનગર અન્ડરબ્રીજની આમંત્રણ પત્રિકામાં દિગ્ગજોના નામ ગાયબ: અનેક ચર્ચાઓ

શહેરના નાનામૌવા અને મવડીનાં પ્રવેશ દ્વાર સમા નાનામૌવા તથા મવડી વિસ્તારમાં આવવા-જવા માટે અત્યંત મહત્વનાં એવા લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસમાં વોર્ડ નં. 8માં નાના-મવા મેઇન રોડના છેડે લક્ષ્મીનગર રેલ્વે સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યાની નિરાકરણ હેતુ હૈયાત નાલાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા રૂ. 42.38 કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તથા મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

હયાત લક્ષ્મીનગર બ્રિજ ખુબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ 7.50 મીટર પહોળાઈ તથા 4.50 મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે. આ બ્રિજના કારણે શહેરના આશરે 5 થી 6 લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવેલ કે,

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે લક્ષ્મીનગર અન્ડરબ્રિજ બનાવવામાં આવેલ તે બદલ અભિનંદન પાઠવેલ. અન્ડરબ્રિજ થતા લોકોની આતુરતાનો આજે અંત આવેલ છે આ અન્ડરબ્રિજ ચાર માર્ગીય તેમજ બંને બાજુ 7.50 મિટર પહોળાઈ તેમજ 4.50 મીટર ઊંચાઈનો હોવાથી ઔદ્યોગિક વિસ્તાર તથા સ્કૂલ બસ માટે વાહન વ્યવહારની સુગમતા બનશે. ઉપરાંત રાહદારીઓ અને સાઈકલ સવારો માટે અલગથી પાથ વે પણ બનાવેલ છે. રાજકોટ શહેરના ઘણા વિકાસ કામો થયેલા છે. રાજકોટ દિવસે ન વધે તેટલું રાત્રે વધે છે. શહેર ઔદ્યોગિક,

એન્જીનીયરીંગ, વ્યાપારિક વગેરે માટે રાજયનું મહત્વનું નગર છે. શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે બિડુ ઝડપ્યું છે. રાજ્યના તમામ મહાનગરોમાં ફક્ત લાઇટ, ગટર, પાણી, રસ્તાની પ્રાથમિક સુવિધા જ નહી પરંતુ તમામ સુવિધાઓમાં શહેરનો વિકાસ આગળ વધે તે માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે અને આજુબાજુના ગામોને પણ શહેર જેવી સુવિધા મળી રહે તે માટે મહાનગરોમાં ગામોની હદ વધારવામાં આવી રહી છે. દેશના પ્રધાનમંત્રી માન.શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને આગળ વધારેલ તે જ રીતે રાજ્ય સરકાર પણ વિકાસ આગળ વધારી રહી છે. જુદીજુદી ટી.પી.સ્કીમો,

વિજળી બચત માટે સોલાર, સુએજ ટ્રીટમેન્ટના પ્લાન્ટના પાણીનો પર્યાવરણ માટે ઉપયોગ કરવાની કામગીરી તેમજ અન્ય વિકાસ કામો માટે સરકાર કટિબધ્ધ છે. તાજેતરમાં જ સુશાસન દિવસની ઉજવણી કરાયેલ તે સમયે રાજકોટ શહેરના વિકાસ માટે પણ રકમ ફાળવવાનો નિર્ણય મંજુર કરવામાં આવેલ. સૌ સાથે મળી રંગીલા રાજકોટમાં વધુ નવા રંગો ઉમેરતા રહીએ. કાર્યક્રમના અંતે આ બ્રિજનું નામકરણ થાય તે માટે મેયર ડો. પ્રદિપ દવે માન. મુખ્યમંત્રીને વિનંતી કરતા માન.મુખ્યમંત્રીએ લક્ષ્મીનગર અન્ડરબ્રિજને ભારત દેશના સૌપ્રથમ સી.ડી.એસ. રાજકોટ: રાજકોટમાં ઉભો થયેલો જૂથવાદનો જ્વાળામુખી હજુ પણ શાંત થયો નથી તેવા ચિત્રો સામે આવી રહ્યા છે. અગાઉ અનેક વખત થયા બાદ ફરી લક્ષ્મીનગર અન્ડરબ્રિજ લોકાર્પણ સમારોહની આમંત્રણ પત્રિકામાંથી પૂર્વ મુખ્યમંત્રી

અને શહેરના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અને દિગ્ગજ નેતા નીતિનભાઈ ભારદ્વાજની ફરી એક વખત અવગણના કરવામાં આવી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. રૂા. 42 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ અન્ડરબ્રિજને આજે મુખ્યમંત્રી પટેલના હસ્તે ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે ઈ-લોકાર્પણ યોજાયુ હતું, પરંતુ આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જ્યાં લોકાર્પણ થયુ તે વિસ્તારના જ પ્રતિનિધિની અવગણના કરવામાં આવી છે. ઈ-આમંત્રણ પત્રિકામાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા તથા ધારાસભ્યો ગોવિંદ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મેયર પ્રદીપ ડવ,

Read About Weather here

બિનાબેન આચાર્ય, રામભાઇ મોકરીયા, કમલેશભાઇ મીરાણી, ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, જીતુભાઇ કોઠારી, વિનુભાઇ ધવા, સુરેન્દ્રસિંહ વાળા, પુષ્કર પટેલ, કેતન પટેલ વગેરેના નામનો ઉલ્લેખ હતો પરંતુ રાજકોટ-2ના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનુ નામ તેમા જોવા મળ્યુ ન હતું. તેઓનું નામ જાણીજોઈને લખવામા આવ્યુ નહોતુ કે પછી શરતચૂકથી રહી ગયુ હતુ તેની કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરવામાં આવી નહોતી. રાજ્યકક્ષાના મંત્રીની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ભાજપના પૂર્વ મેયર સહિત સંગઠનના હોદેદારોના નામ પણ છે પરંતુ બે દિગ્ગજ નેતાઓના નામ જોવા નહિ મળતા અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here