40 પૈસા માટે 8 મહિના કેસ ચાલ્યો…!

40 પૈસા માટે 8 મહિના કેસ ચાલ્યો…!
40 પૈસા માટે 8 મહિના કેસ ચાલ્યો…!
બેંગલુરુમાં એક શખ્સ પાસેથી એક રેસ્ટોરાંએ બિલમાં 40 પૈસા વધુ લીધા, પરંતુ તેને આ વાત પચી નહીં અને તે કન્ઝ્યૂમર કોર્ટ પહોંચી ગયો. ભારત સરકારના નિયમ મુજબ 50 પૈસાથી ઓછી રકમને ઈગ્નોર કરવામાં આવે છે અને વધુ હોય તો એક રૂપિયો લઈ શકાય છેઃ જજ જો કે અહીં તેનો કેસ ઊંધો પડ્યો. કોર્ટે ચુકાદો આપતાં રેસ્ટોરાંના મેનેજરને જ 4 હજાર રૂપિયા વળતર આપવાનો હુકમ આપી દીધો.મામલો મે 2021નો છે. મૂર્તિ નામના એક વૃદ્ધે શહેરની હોટલ એમ્પાયરમાં ખાવાનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેઓ તેને લેવા ત્યાં પહોંચ્યા તો તેમને 265 રૂપિયાનું બિલ આપી દીધું.

Visit Saurashtra Kranti Homepage here

જો કે તેમનું કમ્પલીટ બિલ 264.60 રૂપિયા હતું. મૂર્તિએ આ અંગે સ્ટાફને પૂછ્યું, જ્યારે તેમને યોગ્ય જવાબ ન મળ્યો તો તેઓએ બેંગલુરુની કન્ઝ્યુમર કોર્ટ પહોંચી ગયા અને રેસ્ટોરાં વિરૂદ્ધ લોકોને લુંટવાનો આરોપ લગાવ્યો.મૂર્તિએ એક રૂપિયાનું વળતર માગ્યું અને કહ્યું કે આ ઘટનાથી તેમને આઘાત લાગ્યો છે અને તે પરેશાન છે. 26 જૂન, 2021નાં રોજ મૂર્તિએ પોતે કોર્ટમાં પોતાના કેસની દલીલ કરી.

Read About Weather here

જ્યારે સામા પક્ષના વકીલ તરીકે અંશુમાન એમ અને આદિત્ય એમ્બ્રોસે દલીલ કરી. બંનેએ તર્ક આપ્યો કે ફરિયાદ ઘણી જ નાની અને હેરાન કરનારી છે. આવું કરવા માટે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ એક્ટ-2017ની કલમ 170 અંતર્ગત મંજૂરી મળી છે. કોર્ટે મૂર્તિને સમય બગાડવાનું કહીને ફટકાર લગાવી. 4 માર્ચ, 2022નાં રોજ કોર્ટે 2000 રૂપિયા રેસ્ટોરાં અને 2000 રૂપિયા કોર્ટને દંડ તરીકે આપવાના આદેશ આપ્યાં, જેને મૂર્તિએ 30 દિવસમાં ભરવાના રહેશે.8 મહિનાથી ચાલતા કેસમાં જજે કહ્યું કે ભારત સરકારના નિયમ મુજબ 50 પૈસાથી ઓછી રકમને ઈગ્નોર કરવામાં આવે છે અને વધુ હોય તો એક રૂપિયો લઈ શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here