4 પેઢીમાંથી પામોલીન તેલ, સિંગતેલ, પુલાવ જેવા પદાર્થોના નમુના લેવાયા

4 પેઢીમાંથી પામોલીન તેલ, સિંગતેલ, પુલાવ જેવા પદાર્થોના નમુના લેવાયા
4 પેઢીમાંથી પામોલીન તેલ, સિંગતેલ, પુલાવ જેવા પદાર્થોના નમુના લેવાયા

રાજકોટમાં મનપા ફૂડ વિભાગ દ્વારા 32 જેટલા ધંધાર્થીઓને ત્યાં ગુણવત્તા અંગે ચકાસણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાની ઝુંબેશ સતત આગળ વધારવામાં આવી રહી છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ચીકીનું ઉત્પાદન અને વેચાણ કરતી 32 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમોએ કેટલાક સ્થળે તેલ, પુલાવ, હળદર વગેરેના નમુના પણ લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મનપાના આરોગ્ય અધિકારી ડો.વાંકાણી અને ટીમ દ્વારા શહેરમાં સદરબજાર, લક્ષ્મીનગર મેઈન રોડ, મોવડી મેઈન રોડ, સાધુવાસવાણી મેઈન રોડ અને પુષ્કરધામ મેઈન રોડ પર વિવિધ ધંધાર્થીઓને ત્યાં ચીકીના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી. સંગમ ચીકી, રાજેશ ચીકી, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, જલારામ ચીકી, રાધે ડેરી ફાર્મ, અમૃત ચીકી, શિવ પ્રોવિઝન, બાલાજી ફરસાણમાં ચીકીના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી.

Read About Weather here

18 ધંધાર્થીઓને લાયસન્સ અને પેકિંગ પર ઉત્પાદનની વિગત દર્શાવવા સુચના આપવામાં આવી હતી. સોલ્વન્ટ પાસે ઉમિયાજી ઓઈલમાંથી પામોલીન તેલ, સંતકબીર રોડ પરથી જીલમિલ બ્રાન્ડ સિંગતેલ, મીડ ડે મિલ પારસ એગ્રો સોસાયટીમાંથી મિક્સ કઠોળ, મીડ ડે મિલ કિચનમાંથી મરચાનો પાવડર અને પારસ એગ્રોમાંથી હળદરના નમુના લેવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here