4 દિવસમાં ત્રીજી વાર સસ્પેન્ડ…!

4 દિવસમાં ત્રીજી વાર સસ્પેન્ડ...!
4 દિવસમાં ત્રીજી વાર સસ્પેન્ડ...!
અમરેલી તાલુકામા વધેલા બેફામ રેતી ચોરીના દુષણને પગલે જિલ્લા પોલીસવડાએ તાલુકા પોલીસ મથકના તમામ સ્ટાફને બદલી નાખવા ઉપરાંત પીએસઆઇ પી.બી.લક્કડને સસ્પેન્ડ કરી નાખ્યા બાદ આજે પોલીસવડાએ તેમને વધુ બે અલગ અલગ મામલામા વધુ બે સસ્પેન્શન ઓર્ડર પકડાવી દીધા હતા. આમ માત્ર ચાર દિવસના ગાળામા જ તેમને ત્રણ વખત સસ્પેન્ડ કરાયાની અભુતપુર્વ ઘટના બની છે.

Visit Saurashtra Kranti Homepage here

મરેલી જિલ્લા પોલીસ બેડામા ભુતકાળમા કયારેય ન બન્યુ હોય તેવી ઘટનામા એક સમયે અમરેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પી.બી.લક્કડને ખુબ જ ટૂંકાગાળામા ત્રણ વખત સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. તાલુકા પોલીસ મથકની હદમા બેફામ રેતી ચોરી ચાલતી હોય અને પોલીસ દ્વારા હપ્તાખોરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા જિલ્લા પોલીસ વડાએ તેની સામે તપાસ ઉભી કરી સસ્પેન્ડ કરી દીધા હતા.

Read About Weather here

ત્યારબાદ તેમની સામે અન્ય બે મામલામા પણ તપાસ ચાલી રહી હતી. આ વિસ્તારમા દારૂની હેરફેરના એક મામલામા પણ આજે તેમને સસ્પેન્ડ કરતો ઓર્ડર આપી દેવાયો હતો. બદલીઓનો દોર આગળ ધપાવતા આજે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે એલસીબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ગિરીરાજસિંહ જાડેજાને અમરેલી હેડ કવાર્ટરમાં મૂકી દીધા હતા. એસઓજીમાથી 70 ટકા સ્ટાફની બદલી કરાયા બાદ હવે એલસીબીની સાફસફાઇ શરૂ કરાઇ છે. એટલુ જ નહી એક આરોપી સામે અટકાયતી પગલા લેવામા કસુર કરવા સબબ તેમને ત્રીજી વખત પણ સસ્પેન્શનનો ઓર્ડર આપી દેવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here