3 લેયરવાળું શહેર…!

3 લેયરવાળું શહેર…!
3 લેયરવાળું શહેર…!

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2024 સુધીમાં લોકો તેમાં જઈને રહી શકશે. લગભગ 170 કિમી લાંબા આ વિસ્તાર ધ લાઈનને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સેન્ટ્રલ સ્પાઈન કહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સાઉદી અરબે પોતાની ફ્યુચર સિટી ધ લાઈનને આકાર આપવાનું શરૂ કર્યું છે. આ ઈકો સિટીનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. ગત જાન્યુઆરીમાં તેમણે આ યોજનાની માહિતી આપી હતી.

હવે બુલડોઝર્સે અહીંના પહાડોને હલાવવાનું શરૂ કર્યું છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ નિર્માણ ત્રણ સ્તરોમાં થશે. પ્રથમ લેયર ચાલતા જતા માણસો માટે, બાકીના બે લેયર્સ ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રહેશે.

પ્રોજેક્ટના CEO નદમી અલ નસ્ત્ર જણાવે છે કે મોટા પ્રોજેક્ટ હોવાના કારણે ડેવલપર્સ બે રીતે તેનું કામ શરૂ કરી રહ્યાં છે. આ ઈકો સિટીમાં 10 લાખ લોકો રહી શકશે. તે અલ્ટ્રા હાઈસ્પીડ ટ્રાન્ઝિટ અને ઓટોનોમસ મોબિલિટી સોલ્યુશન્સ સાથે જોડાયેલા રહેશે.

સ્કુલ, રેસ્ટોરન્ટ, દુકાન તમામ રહેણાંક ક્ષેત્રોથી માત્ર 5 મિનિટના જ અંતરે હશે. કોઈ પણ મુસાફરી 20 મિનિટથી વધુની નહિ હોય. નિર્માણ એવું હશે કે 95 ટકા પ્રાકૃતિક સંસાધન સુરક્ષિત રહેશે.

પ્રોજેક્ટ પર 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેનાથી 3.8 લાખ નોકરીઓ સર્જાશે. હાલ 1500 કર્મચારી સાઈટ પર જ રહીને કામ કરી રહ્યાં છે.

ધ લાઈન પ્રોજેકટ નિઓમનો હિસ્સો છે, આ અંતર્ગત સાઉદીની જોર્ડન અને ઈજિપ્ત સાથે જોડાયેલી સીમા પર 37.5 લાખ કરોડના ખર્ચથી મેગાસિટીનું નિર્માણ થવાનું છે. આ પ્રોજેક્ટ વિશ્વની સૌથી મોટી કાર્બન મુક્ત સિસ્ટમ હશે.

તેના 16 ઉપનગર હશે. તે ઉર્જા માટે વિન્ડ અને સોલર એનર્જી પર નિર્ભર રહેશે. અહીં પાણીને ઓક્સિજન અને ફ્યુઅલ માટે હાઈડ્રોજનમાં ફેરવવા જેવી આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ થશે.

પ્રોજેક્ટનો ઉદેશ્ય સાઉદીને સિલિકોન વેલી જેવા ટેક્નિકલ કેન્દ્રમાં બદલવાનું છે. વિશ્વનો સૌથી મોટો કોરલ ગાર્ડન, ક્લાઉડ સીડિંગ અને વિશાળ કૃત્રિમ ચંદ્રનો નજારો અદભૂત હશે.

Read About Weather here

અહીં ફ્રી ઝોન હશે એટલે કે કાયદા સાઉદીથી સંપૂર્ણ રીતે અલગ હશે.અહીં કારોબારની પ્રગતિ સાથે પર્યાવરણ સંરક્ષણ પર પણ ફોકસ રહેશે. અહીં AI પાવર્ડ ફ્લાઈંગ ડ્રોન ટેક્સી, રોબોટિક ડાયનોસોરની સાથે જુરાસિક પાર્ક જેવો અમ્યુઝમેન્ટ પાર્ક પણ હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here