3 રાઉન્ડ લોડેડ દેશી બનાવટની પિસ્ટલ સાથે શખ્સની ધરપકડ

જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
શહેરમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સુચના અન્વયે ગાંધીગ્રામ પોલીસે બાતમી આધારે મનહરપુર-2ના રસ્તે વોચ ગોઠવી શખ્સને દેશી બનાવટની લોડેડ પિસ્ટલ સાથે દબોચી લઇ પુછતાછ કરતા વાડીએ પાણી વાળવા આવતો પરપ્રાંતીય શખ્સ આપી ગયાનું રટણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ જી એમ હડિયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મળેલી બાતમી ને આધારે ઓવરબ્રિજ ઉતરતા મનહરપુર-2 પાસે વોચ ગોઠવી આ જ ગામના જેન્તી લાખાભાઈ અગેસણીયાને સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી 3 રાઉન્ડ લોડ કરેલી દેશી બનાવટની પિસ્ટલ મળી આવતા 10,300નો મુદામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Read About Weather here

પીએસઆઈ જનકસિહ રાણાએ જણાવ્યું હતું કે એક વર્ષ પૂર્વે કરસિંહ નામના શખ્સ સાથે પાણી વાળવાની મજુરી કામ કરતો ત્યારે તેણે આ હથીયાર આપ્યું હોવાનું જણાવતા પોલીસે તથ્ય જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here